કોલકત્તાઃ કૃષિ કાયદા (Central agricultural laws) મુદ્દે દિલ્હીથી લઈને પશ્ચિમ બંગાળ સુધી હંગામો જારી છે. એક તરફ દેશભરમાં કિસાન આ બિલને કિસાન વિરોધી ગણાવતા પરત લેવાની માંગ કરી રહ્યાં છે. તો વિપક્ષી દળ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાથી પાછળ હટી રહ્યા નથી. પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર (TMC Government) એ કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને ગુરૂવારે વિધાનસભામાં એક પ્રસ્તાવ રાખ્યો હતો. ગૃહમાં ભારે હંગામા બાદ ભાજપ (BJP) ના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યુ હતું. ત્યારબાદ બંગાળ વિધાનસભામાં ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો હતો.
ગૃહમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યુ કે, કેન્દ્રએ આ ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જોઈએ કે સત્તા છોડી દેવી જોઈએ. ભાજપના ધારાસભ્યોના હંગામે વચ્ચે સંસદીય કાર્ય મંત્રી પાર્થ ચેટર્જીએ કિસાન બિલોની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ મમતા બેનર્જીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આ કાયદાને રદ્દ કરવા માટે એક સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. પ્રસ્તાવ રજૂ કર્યા બાદ વિધાનસભામાં ખુબ હંગામો થયો હતો. ભાજપ ધારાસભ્ય દલના નેતા મનોજ તિગ્ગાના નેતૃત્વમાં પાર્ટીના ધારાસભ્ય ગૃહના આસનની નજીક પહોંચી ગયા અને દાયો કર્યો કે, તૃણમૂલ કોંગ્રેસ સરકાર કાયદાની વિરુદ્ધ ભ્રામક અભિયાન ચલાવી રહી છે. બાદમાં જય શ્રી રામના નારા લગાવવાની સાથે તિગ્ગા અને અન્ય ધારાસભ્યો ગૃહની બહાર ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચોઃ Farmers Protest: એક્શનની તૈયારી? દિલ્હી પોલીસ કમિશનરનો પત્ર- થોડા દિવસ પડકારજનક હશે
કિસાનોની ટ્રેક્ટર પરેડ પર કાબુ ન રાખી શકી દિલ્હી પોલીસ
તો મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યુ, અમે કિસાન વિરોધી કાયદાનો વિરોધ કરીએ છીએ. તેને તત્કાલ પરત લેવાની માંગ કરીએ છીએ. કેન્દ્રએ આ ત્રણેય કાયદા પરત લેવા જોઈએ અથવા સત્તામાંથી હટી જવું જોઈએ. તેમણે દાવો કર્યો કે દિલ્હી પોલીસ (Delhi Police) કિસાનોની ટ્રેક્ટર પરેડને યોગ્ય રીતે નિયંત્રિત ન કરી શકી. બેનર્જીએ કહ્યુ, તે માટે દિલ્હી પોલીસને દોષ આપવો જોઈએ. દિલ્હી પોલીસ શું કરી રહી હતી? આ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે. અમે કિસાનોને ગદ્દાર કહેશો તે સહન નહીં કરીએ. તે આ દેશની સંપત્તિ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે