Home> India
Advertisement
Prev
Next

હવે આ રાજ્યમાં મણિપુર જેવી હેવાનિયત, મહિલાનો આરોપ- ચૂંટણીના દિવસે નગ્ન કરીને ફેરવી

મણિપુર જેવી એક શરમજનક ઘટના સામે આવી છે. હવે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ મહિલા સાથે હિંસા અને નગ્ન પરેડનો મામલો સામે આવ્યો છે. એક ગ્રામ પંચાયતની ચૂંટણીની મહિલા ઉમેદવારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર છેડતી અને શારીરિક રીતે શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. 

હવે આ રાજ્યમાં મણિપુર જેવી હેવાનિયત, મહિલાનો આરોપ- ચૂંટણીના દિવસે નગ્ન કરીને ફેરવી

પશ્ચિમ બંગાળમાંથી પણ મણિપુર જેવી એક શરમજનક ઘટના સામે આવી છે. હવે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ મહિલા સાથે હિંસા અને નગ્ન પરેડનો મામલો સામે આવ્યો છે. એક ગ્રામ પંચાયતની ચૂંટણીની મહિલા ઉમેદવારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર છેડતી અને શારીરિક રીતે શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. 

fallbacks

આ ઘટના આઠ જુલાઈની હોવાનું કહેવાય છે. જે દિવસે રાજ્યમાં પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. મહિલા ઉમેદવારનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવી. આ ઘટના હાવડા જિલ્લાના પાંચલા વિસ્તારની છે. કેસને પાંચલા મથકમાં દાખલ કરાયો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેને તૃણમૂલના લગભગ 40-50 ઉપદ્રવીઓએ મારી અને પીટાઈ કરી. તેણે કહ્યું કે તેને ડંડાથી માર અને મતદાન કેન્દ્રથી બહાર ફેંકી દીધી. એફઆઈઆરની કોપીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર હેમંત રાય, નૂર આલમ, અલ્ફી એસકે, રણબીર પાંજા સંજૂ, સુકમલ પાંજા સહિત અનેક લોકોના નામ છે. મહિલાએ વધુમાં કહ્યું કે તે લોકોએ મારા કપડાં ફાડવાની કોશિશ કરી અને મને નિર્વસ્ત્ર થવા પર મજબૂર કરી. બધાની સામે મારી સાથે છેડતી કરી, મને ખોટી રીતે સ્પર્શવાની કોશિશ કરી. 

આ ઘટના બાદ ભાજપના આઈટી સેલના પ્રમુખ તથા પશ્ચિમ બંગા ભાજપના સહપ્રભારી અમિત માલવિયે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મમતા બેનર્જીને કોઈ શરમ છે? તમારા રાજ્ય સચિવાલયથી થોડે દૂર જ આ ઘટના ઘટી છે. તમે એક નિષ્ફળ મુખ્યમંત્રી છો અને તમારે તમારા બંગાળ પર ધ્યાન આપવું જોઈએ. 

મણિપુર હિંસા પર સરકારની તાબડતોડ કાર્યવાહી, 6000 FIR, 700 લોકોની અટકાયત

દેશને પહેલું 'મેઈડ ઈન ઈન્ડિયા' વિમાન 2026માં મળશે! ગુજરાતના આ શહેરમાં બનશે

પોલીસ જીપમાંથી ખેંચ્યા, કપડાં ફાડ્યા અને પછી શરીર...પીડિતાની આપવીતી જાણી ધ્રુજશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More