Home> India
Advertisement
Prev
Next

West Bengal માં મોટી ઉથલપાથલ, Suvendu Adhikari અને તેમના ભાઈ સામે FIR નોંધાઈ, જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ સોમેન્દુ અધિકારી વિરુદ્ધ કાંઠી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

West Bengal માં મોટી ઉથલપાથલ, Suvendu Adhikari અને તેમના ભાઈ સામે FIR નોંધાઈ, જાણો શું છે આરોપ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ સોમેન્દુ અધિકારી વિરુદ્ધ કાંઠી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. બંને વિરુદ્ધ કાંઠી મ્યુનિસિપાલિટીથી રાહત સામગ્રી ચોરી કરવાના આરોપમાં આ કેસ દાખલ થયો છે. 

fallbacks

પોલીસના જણાવ્યા મુજબ સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ વિરુદ્ધ રતનદીપ મન્નાએ ગત 1 જૂનના રોજ ફરિયાદ દાખલ કરી. ફરિયાદકર્તા કાંઠી મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર છે. તેમણે અધિકારી ભાઈઓ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. 

ફરિયાદ મુજબ 29મી મે 2021ના રોજ સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ કાંઠી મ્યુનિસિપાલિટીના પૂર્વ અધ્યક્ષ સોમેન્દુ અધિકારીના કહેવા પર મ્યુનિસિપાલિટીના ગોદામનું તાળું જબરદસ્તીથી ખોલીને સામાન લઈ જવાયો. જેની કિંમત લાખો રૂપિયા છે. આ સિવાય ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના નેતાઓએ આ ચોરી માટે કેન્દ્રીય સુરક્ષાદળોની કથિત રીતે મદદ લીધી હતી. ચોરીના આરોપ બાદ ટીએમસી નેતાઓએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. 

અત્રે જણાવવાનું કે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં નંદીગ્રામ બેઠકથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. ભાજપનો આરોપ છે કે ટીએમસી સરકાર ભાજપના નેતાઓ વિરુદ્ધ બદલાની કાર્યવાહી કરી રહી છે અને ખોટા કેસમાં ફસાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More