Home> India
Advertisement
Prev
Next

Red, Yellow અને Orange... હીટવેવ એલર્ટમાં આ કલરનો શું હોય છે મતલબ? અહીં સમજો દરેક માહિતી

હીટવેવનો અર્થ હોય છે જ્યારે તાપમાન ઘણા દિવસ સુધી સામાન્યથી વધુ જાય. આ દરમિયાન હવામાન વિભાગ ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરે છે. આવો તે વિશે જાણીએ...
 

Red, Yellow અને Orange... હીટવેવ એલર્ટમાં આ કલરનો શું હોય છે મતલબ? અહીં સમજો દરેક માહિતી

નવી દિલ્હીઃ દર વર્ષે ગરમીની સીઝનમાં તાપમાન નવો રેકોર્ડ તોડે છે અને લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તાપમાન એટલું ગરમ હોય છે કે રોડ તપવા લાગે છે અને તેવામાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટી જાય છે. તેવામાં તમે ન્યૂઝ કે સોશિયલ મીડિયા પર 'હીટવેવ'નું નામ સાંભળ્યું હશે. હીટ વેવ એટલે સતત તાપમાનમાં વધારો થવો. આ માત્ર ગરમી વધવી જ નહીં પરંતુ એક ગંભીર ખતરો પણ છે, જેનાથી હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન થઈ શકે છે.

fallbacks

યલો, ઓરેન્જ અને રેડનો શું અર્થ થાય છે?
હીટવેવના સમયે હવામાન વિભાગ ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરે છે- યેલો, ઓરેન્જ અને રેડ. આ એલર્ટનો ઈરાદો હોય છે કે લોકો સમય રહેતા સાવચેત થઈ જાય અને ખુદને બનાવી શકે. આવો આ ત્રણેય એલર્ટનો અર્થ સમજીએ- યેલો એલર્ટનો મતલબ છે ગરમી વધશે, થોડા સતર્ક થઈ જાય, પરંતુ હજુ ખતરો મોટો નથી.

પછી આવે છે ઓરેન્જ એલર્ટ- જે જણાવે છે કે હવે ગરમી ગંભીર થઈ ગઈ છે અને બીમાર, વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સરકાર આ દરમિયાન હોસ્પિટલ અને પાણીની સુવિધાઓ મજબૂત કરવા લાગે છે. સૌથી અંતમાં આવે છે રેડ એલર્ટ, જે સીધી ચેતવણી હોય છે કે બહાર નીકળવું જીવલેણ હોઈ શકે છે. તેનો મતલબ છે કે દરેક પગલું સમજી-વિચારી ઉઠાવવું જરૂરી છે.

આ પણ વાંચોઃ પહલગામ પર શું બોલી ગઈ નેહા સિંહ રાઠોર..પાકિસ્તાનમાં થઈ રહ્યો છે આ વીડિયો શેર, ભડક્યા

રેડ એલર્ટ દરમિયાન શું કરવું અને શું ન કરવું?
જ્યારે હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરે તો સમજી લેવું કે હવામાન સાથે મજાક કરવાનો કોઈ અવકાશ નથી. બપોરના સમયે ઘરની બહાર બિલકુલ બહાર ન નીકળો; જો ખૂબ જ જરૂરી હોય તો હળવા, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો અને માથું ઢાંકીને રાખો. આ સિવાય તરસ લાગે કે ન લાગે, પુષ્કળ પાણી પીઓ અને પોતાને હાઇડ્રેટ રાખો. વૃદ્ધો, નાના બાળકો અને બીમાર લોકો પર વિશેષ ધ્યાન આપો, કારણ કે તેમના શરીર ગરમી સહન કરવામાં નબળા હોય છે.

કેમ જરૂરી છે એલર્ટને સમજવા?
ઘણીવાર આપણે સમજીએ છીએ કે ગરમી તો દરરોજ સહન કરીએ છીએ, શું ફેર પડે છે? પરંતુ ઘણો ફેર પડે છે. જો એલર્ટ્સને સમજી યોગ્ય સમય પર યોગ્ય પગલાં ભરવામાં આવે તો આપણે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ગંભીર બીમારીઓથી ખુદને અને પરિવારને બચાવી શકીએ છીએ. સમય પર સાવધાની રાખવી ન માત્ર તમારા સ્વાસ્થ્યને બચાવે છે, પરંતુ હોસ્પિટલ જવાની સંભાવના ઘટાડે છે. જ્યારે પણ હવામાન વિભાગ એલર્ટ જાહેર કરે છે તો તેને ગંભીરતાથી લો. થોડી સમજદારી અને સતર્કતા તમને ગરમીના કહેરથી સુરક્ષિત રાખી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More