Raj Thackeray: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ શુક્રવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં જેટલા નેતા છે તેમાંથી સૌથી સારી મારી હિન્દી છે. આવું મારા પિતાજીને કારણે છે કારણ કે તેઓ ઉર્દૂ, મરાઠી અને હિન્દી સારી જાણતા હતા. મને બધી ભાષાઓથી પ્રેમ છે. મીરા રોડ પહોંચેલા ઠાકરેએ ભાષા વિવાદ પર કહ્યું કે, હિન્દી ભાષાથી કોને ફાયદો થયો છે? તે ભાષા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પરેશાન છે. હિન્દી કોઈ પણ રાજ્યની માતૃભાષા નથી. તેમણે કહ્યું કે, હિન્દી અહીં-ત્યાંથી તૈયાર કરવામાં આવી છે. 200 વર્ષ જૂની ભાષા છે. હિન્દીએ 250થી વધુ ભાષાઓનો નાશ કર્યો છે. હનુમાન ચાલીસા અવધી ભાષામાં લખાયેલી છે. હિન્દીમાં નહીં.
મીરા રોડની ઘટના પર શું કહ્યું?
જ્યારે રાજ ઠાકરે મીરા રોડ પહોંચ્યા, ત્યારે તેમના સ્વાગત માટે ચાર જેસીબી મૂકવામાં આવ્યા હતા જેમાંથી તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "હું અહીં જાણી જોઈને આવ્યો. તે દિવસે બનેલી ઘટના, મરાઠી જો ન સમજાય, તો કાનની નીચે મરાઠી સંભળાશે. એક નાની વાત હતી. મારા લોકો પાણી પીવા ગયા હતા. મરાઠી ભાષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, બધા હિન્દી બોલે છે. પછી જવાબ મળી ગયો."
PPF, KVP અને NSC ખાતાધારક ધ્યાન આપે... 3 વર્ષથી મેચ્યોર એકાઉન્ટ થશે ફ્રીજ, જાણો
મહારાષ્ટ્રમાં રહેવું હોય તો શાંતિથી રહો - રાજ ઠાકરે
MNS પ્રમુખે કહ્યું કે0, "તમને શું લાગે છે, મરાઠી વેપારીઓ નથી. કેટલા દિવસ બંધ કરીને રાખશો? અમે જ્યારે કંઈક ખરીદીશું, ત્યારે કંઈ નઈ થાય? મહારાષ્ટ્રમાં રહેવું હોય, તો શાંતિથી રહો."
દુકાનો જ નહીં, શાળાઓ પણ બંધ કરાવી દેશું - રાજ ઠાકરે
વધુમાં રાજ ઠાકરેએ કહ્યું કે, "દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ત્રીજી ભાષા હિન્દીને કડક રીતે બનાવીશું. ત્યારબાદ આંગોલનના ડરથી તેમણે નિર્ણય પાછો ખેંચી લીધો. હું કહું છું કે, મહારાષ્ટ્રમાં 1 થી 5 ધોરણ સુધી હિન્દી લઈને તો બતાવો. દુકાનો જ નહીં, શાળાઓ પણ બંધ કરાવી દેશું."
જુલાઈના છેલ્લા અઠવાડિયામાં બનશે ખૂબ જ શુભ મહાલક્ષ્મી રાજયોગ,આ 4 રાશિઓને બલ્લે-બલ્લે!
સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા શું કહ્યું?
સભાને સંબોધતા રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, મુંબઈ, મહારાષ્ટ્રને ન આપો. આપણે જેમનો આદર કરીએ છીએ, તેમણે મુંબઈને મહારાષ્ટ્રને આપવાનો વિરોધ કર્યો હતો.
તમારી ભાષા ગુમાવશો તો પગ નીચેથી જમીન ખસી જશે: રાજ ઠાકરે
MNS પ્રમુખે તેમના સામાન્ય શૈલીમાં કહ્યું કે, તમે અહીંના માલિક છો. બહારથી લોકો આવીને તમારા પર શક્તિ બતાવશે? જો કોઈ તમારા પર આ પ્રકારથી શક્તિ બતાવે છે, તો તેને કાનને નીચે બજાવો. તમારી ભાષા ગુમાવશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. ધીમે-ધીમે કરીને મુંબઈને ગુજરાત સાથે ભેળવી દેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે