Himanta Biswa Sarma on Brahmaputra River: ભારત તરફથી સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ પાકિસ્તાન ભારે ધૂંધવાયું છે. તેને સમજમાં નથી આવતું કે ભારતના આ દાવનો શું તોડ કાઢવો. હવે તે ચીનનો આશરો લઈને ચીન કાર્ડ ખેલી રહ્યું છે. પાકિસ્તાની નેતાઓ કહે છે કે જો ચીન પણ બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકશે તો ભારત શું કરશે. જેના પર હવે અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સરમાએ કહ્યું કે આ બ્રહ્મપુત્ર નદી સાથે જોડાયેલા એક કાલ્પનિક પરિદ્રશ્ય પર ભય પેદા કરવાનો 'નિરાધાર પ્રયત્ન' છે બીજુ કશું જ નહીં.
ચીન જો બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકી દે તો?
એક્સ પર લખેલી એક જોરદાર પોસ્ટમાં સરમાએ આ દાવાનો જવાબ આપ્યો છે. ચીન જો ભારતને બ્રહ્મપુત્રનું પાણી આપવાનું બંધ કરી દે તો શું થશે? સરમાએ લખ્યું છે કે "આવો આ ભ્રમને તોડીયએ, ડરથી નહીં પરંતુ તથ્યો અને રાષ્ટ્રીય સ્પષ્ટતા સાથે."
સરમાએ લખ્યું કે બ્રહ્મપુત્રા એક એવી નદી છે જે કુદરતી રીતે ભારતમાં આગળ વધે છે, એવી નહીં કે જે ઉપરવાસના નિયંત્રણોને કારણે સંકોચાય છે. જો ચીનની વાત કરીએ તો તે આ નદીના કુલ પ્રવાહના ફક્ત 30થી 35 ટકા જ યોગદાન આપે છે, જે મુખ્યત્વે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર પીગળતા હિમનદીઓ અને મર્યાદિત વરસાદમાંથી આવે છે. જ્યારે આ નદીનો બાકીનો 65 થી 70 ટકા ભાગ ભારતમાં ચોમાસુ વરસાદ અને પૂર્વોત્તરમાં તેની અનેક સહાયક નદીઓમાંથી આવનારા પ્રવાહના માધ્યમથી ઉત્પન્ન થાય છે.
બ્રહ્મપુત્રા પર નિર્ભર નથી ભારત- હિમંતા બિસ્વા
જળ વિજ્ઞાન સંબંધિત આંકડાઓનો હવાલો આપતા સરમાએ કહ્યું કે, ભારત-ચીન સરહદ (ટૂટિંગ) પર નદીનો પ્રવાહ સરેરાશ 2000થી 3000 ક્યૂબિક મીટર પ્રતિ સેકન્ડ વચ્ચે છે. પરંતુ ચોમાસા દરમિયાન અસમમાં તે નાટકિય ઢબે વધીને 15,000-20,000 m³/s થઈ જાય છે. જે નદીના જથ્થામાં ભારતનો મોટો ફાળો હોવાનો પુરાવો છે.
તેમણે કહ્યું કે બ્રહ્મપુત્રા કોઈ એવી નદી નથી જેના પર ભાર નિર્ભર છે. આ એક વર્ષા આધારિત ભારતીય નદી સિસ્ટમ છે જે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ મજબૂત થઈ છે.
ચીની ડેમથી ભારતને કોઈ નુકસાન નહીં
અસમના સીએમએ વધુમાં તર્ક આપ્યું કે ચીન તરફથી જળ પ્રવાહને ઓછો કરવાની અપ્રત્યાશિત સ્થિતિમાં પણ આ પગલં વાસ્તવમાં અસમમાં વારંવાર આવનારા પુરને ઘટાડીને ભારતને લાભ પહોંચાડી શકે છે. જેનાથી દર વર્ષે સેંકડો હજારો લોકો વિસ્થાપિત થાય છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ચીને ક્યારેય અધિકૃત રીતે બ્રહ્મપુત્રાને હથિયાર બનાવવાની ધમકી આપી નથી અને આ સૂચનને કાલ્પનિક ભય ફેલાવનારું ગણાવ્યું. પાકિસ્તાન પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું કે, સિંધુ જળ સંધિથી લાંબા સમયથી લાભ મેળવનાર આ દેશ હવે ભારત દ્વારા પોતાના કાયદેસર જળ સાર્વભૌમત્વ પાછી મેળવવાથી ગભરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્મપુત્રાને કોઈ એક સ્ત્રોત દ્વારા નિયંત્રિત કરાતી નથી. તે આપણા ભૂગોળ, ચોમાસા અને આપણી સભ્યતાગત સ્થિતિસ્થાપકતાથી સંચાલિત છે.
(એજન્સી IANS)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે