What is Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર માટે સંમતિ બની હતી. પરંતુ તેમ છતાં પાકિસ્તાન તરફથી ભંગ કરવામાં આવ્યો. સીઝફાયરને લઈને તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે. આજે તમને જણાવીએ સીઝફાયર એટલે શું અને બે દેશો વચ્ચે સીઝફાયર ક્યારે થાય, સીઝફાયર દરમિયાન જો કોઈ દેશ નિયમનું ઉલ્લંઘન કરે તો શું થાય આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: NOTAM: યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ માટે જાહેર થયું એ NOTAM એટલે શું ?
સીઝફાયરને લઈને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે સીઝફાયર એટલે શું? સીઝફાયર બે દેશો વચ્ચે ક્યારે થાય છે ? અને તેમાં કયા નિયમોનું પાલન કરવાનું હોય છે? જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બની ત્યારે આ પ્રશ્નનો જવાબ જાણવો પણ જરૂરી છે.
આ પણ વાંચો: Anxiety: સોશિયલ મીડિયા વધારી દેશે વોર એન્ઝાઈટી, આ લક્ષણો જણાય તો સાવધાન થઈ જજો
સીઝફાયર એટલે શું ?
સીઝફાયર એટલે યુદ્ધ વિરામ. કોઈપણ દેશો વચ્ચે ચાલતા યુદ્ધને સ્થાયી કે અસ્થાયી રીતે રોકવા માટે ફાયર કરવામાં આવે છે. જેથી બે દેશો વચ્ચે વાતચીતનો માહોલ બની શકે. સીઝફાયર દરમિયાન બંને પક્ષ સરહદ પર આક્રમક કાર્યવાહી ન કરવા માટે સંમત થાય છે. બે દેશો વચ્ચે તણાવની સ્થિતિ અટકાવવા માટે ઔપચારિક સંધિ હોય છે. જોકે ઘણી વખત બંને દેશ માટે ઔપચારિક સંધિની જરૂર પડતી નથી ઘણી વખત બે દેશ આપસી સંમતિથી પણ આ નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો: સવારની આ 5 આદતો અને પોઝિટિવ વિચારથી કરો દિવસની શરુઆત, શરીર રહેશે નિરોગી
સીઝફાયર ક્યારે જાહેર થઈ શકે ?
બે દેશ વચ્ચે વધતા સંઘર્ષને રોકવા અને વાતચીતનો માહોલ બને તે માટે સીઝફાયર કરવામાં આવે છે. આ સિવાય ઘણીવાર સીઝફાયર યુદ્ધ દરમિયાન ઘાયલ કે બીમાર લોકોને સલામત સ્થળે ખસેડવા, પરિવહન અને આદાન પ્રદાનની અનુમતિ મળે તે માટે ખાસ અવધિ માટે પણ લાગૂ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Health Care: યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી ? જાણી લો
સીઝફાયરનો ભંગ થાય તો શું ?
સીઝફાયરની સમજૂતી થયા પછી જો કોઈ દેશ સરહદ પર આક્રમક કાર્યવાહી કરે કે ગોળીબારી કરે તો તેને સીઝફાયરનું ઉલ્લંઘન કહેવામાં આવે છે. બે દેશોમાં શાંતિ જાળવી રાખવા માટે સીઝફાયરનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. સીઝફાયર થયા પછી જરૂરી હોય છે કે બંને દેશ સીઝફાયર સંધિનું સન્માન કરે. જો કોઈ દેશ આ સંધિના નિયમોનો ઉલ્લેખન કરે છે તો બે દેશ વચ્ચે ફરીથી તણાવ વધી શકે છે અને યુદ્ધની સ્થિતિ પણ પેદા થઈ શકે છે. તેથી બે દેશ વચ્ચે સીઝફાયરનું પાલન થાય તે ખૂબ જ જરૂરી હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે