Home> India
Advertisement
Prev
Next

ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો

PIB Fact Check: ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં વાપસીથી અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશીઓ પર તવાઈ શરૂ થઈ છે. અનેક ભારતીયો પણ બુધવારે દેશ પાછા ફર્યા એવી તસવીર વાયરલ થઈ રહી છે કે ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને કાઢી મૂકાયા. જાણો વાયરલ તસવીરની સચ્ચાઈ. 

ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમરિકાથી ગેરકાયદે પ્રવાસીઓને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં બુધવારે એક વિમાન પંજાબના અમૃતસર પહોચ્યું જેમાં આવા 100થી વધુ ભારતીયો પાછા ફર્યા છે. હવે આ સાથે સોશિયલ મીડિયા પર અફવાઓનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં દાવો થઈ રહ્યો છે કે અમેરિકાથી ભારતીયોને હાથકડી પહેરાવીને પાછા મોકલાઈ રહ્યા છે. 

fallbacks

વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો થઈ રહ્યો છે કે ભારતીયોને હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ નાખીને મોકલવામાં આવી રહ્યા છે. એક પોસ્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે 200થી વધુ ભારતીયોને અમાનવીય રીતે ડિપોર્ટ કરાયા છે. તેમના હાથમાં હાથકડીઓ હતી અને પગ બાંધેલા હતા. આ સાથે જ કહેવાયું કે તેમની સાથે અપરાધીઓ જેવો વર્તાવ કરવામાં આવ્યો અને લાંબી ફ્લાઈટમાં ટોઈલેટની પણ મંજૂરી ન અપાઈ. 

આગળ કહેવાયું કે ડોક્ટર એસ જયશંકર શું મોદી સરકાર  પોતાના જ નાગરિકો માટે સન્માન સાથે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી શકે તેમ નહતી? ગ્લોબલ વિશ્વગુરુ  કે ગ્લોબલ શેમ? આ ઉપરાંત અનેક અન્ય પોસ્ટમાં પણ એક ફોટા સાથે આ પ્રકારના દાવા થઈ રહ્યા છે. 

શું છે સત્ય?
PIB એટલે કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો મુજબ અનેક એકાઉન્ટ્સ  તરફથી સોશિયલ મીડિયાપર એક ફેક  તસવીર શેર કરાઈ રહી છે. જેમાં દાવો થઈ રહ્યો છે કે ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને અમેરિકાથી ડિપોર્ટ કરતી વખતે હાથકડીઓ પહેરાવવામાં આવી અને પગમાં બેડીઓ પહેરાવવામાં આવી. પીઆઈબીએ કહ્યું કે, આ પોસ્ટમાં શેર કરાઈ રહેલી તસવીર ભારતીયોની નથી. પરંતુ એ લોકોની છે જેમને ગ્વાટેમાલા મોકલવામાં આવી રહ્યા છે. 

104 ભારતીયો પાછા આવ્યા
પીટીઆઈ ભાષા મુજબ અમેરિકાના એક સૈન્ય વિમાન 104 ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને લઈને બુધવારે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન ઉતર્યું. સૂત્રોએ આ જાણકારી આપી. સૂત્રોએ જણાવ્યું કે ડિપોર્ટ થયેલા લોકોમાં 30 પંજાબથી, 33 હરિયાણા અને 37 ગુજરાતથી, 3-3 મહારાષ્ટ્ર અને યુપીથી તથા બે ચંડીગઢથી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડિપોર્ટ કરાયેલા લોકોમાં 19 મહિલાઓ, 4 વર્ષનું એક બાળક, પાંચ અને સાત વર્ષની બે બાળકીઓ સહિત 13 સગીર બાળકો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More