નવી દિલ્હીઃ મેસેજિંગ સેવા કંપની WhatsApp એ આ વર્ષે 15 મેથી 15 જૂન વચ્ચે 20 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો જ્યારે આ દરમિયાન તેને ફરિયાદના 345 રિપોર્ટ મળ્યા છે. કંપનીએ પોતાના પ્રથમ માસિક અનુપાલન રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
નવા સૂચના ટેક્નોલોજી નિયમો હેઠળ આ રિપોર્ટ રજૂ કરવો ફરજીયાત છે. નવા નિયમો હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સવાળા મુખ્ય ડિજિટલ મંચો માટે દર મહિને અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવો જરૂરી છે. આ રિપોર્ટમાં તે મંચો માટે મળનારી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
વોટ્સએપ (WhatsApp) એ ગુરૂવારે કહ્યું- અમારૂ મુખ્ય ધ્યાન યૂઝર્સને મોટા પાયે હાનિકારક કે અનિચ્છનીય સંદેશ મોકલતા રોકવાનું છે. અમે ઉંચા કે અસામાન્ય દરથી મેસેજ મોકલનાર આ ખાતોની ઓળખ કરવા માટે ઉપયોગી ક્ષમતાઓ બનાવી રાખી છે અને માત્ર ભારતમાં 15 મેથી 15 જૂન સુધી દુરૂપયોગનો પ્રયાસ કરનાર 20 લાખ ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચોઃ દેશમાં આ મહિને આવશે કોરોનાની ત્રીજી લહેર, ICMR એ કહ્યું- પહેલાની તુલનામાં.....
કંપનીએ સ્પષ્ટ કર્યુ કે 95 ટકાથી વધુ આવા પ્રતિબંધ સ્વચાલિત કે બલ્ક મેસેજિંગ (સ્પેમ) ના અનધિકૃત ઉપયોગને કારણે લગાવવામાં આવ્યા છે. ફેસબુકની માલિકીવાળી કંપનીએ જણાવ્યું કે, પ્રતિબંધ લગાવનારા એકાઉન્ટની સંખ્યા 2019 બાદ વધી છે કારણ કે તેની સિસ્ટમ વધુ મજબૂત થઈ ગઈ અને આ પ્રકારે વધુ એકાઉન્ટની જાણકારી મેળાવવામાં મદદ મળે છે.
વોટ્સએપ વિશ્વભરમાં દર મહિને એવરેજ આશરે 80 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે અથવા તેને નિષ્ક્રિય કરી રહ્યું છે. ગૂગલ, કૂ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બીજા સોશિયલ મીડિયા મંચોએ પણ પોતાનો અનુપાલન રિપોર્ટ સોંપી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે