Home> India
Advertisement
Prev
Next

WhatsApp ગ્રુપ એડમિને કરાવવું પડશે રજિસ્ટ્રેશન, નહી તો 10 દિવસ બાદ થશે 'જેલ'

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓના પ્રસારને રોકવાના પ્રયત્ન હેઠળ કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્રએ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ચલાવનાર લોકોને પહેલાં પોતાની પૃષ્ઠભૂમિની પોલીસ તપાસ કરાવવા અને તેને ઓપરેટ કરવાનું ચાલુ રાખવા માટે 10 દિવસની અંદર પરવાનગી લેવા માટે કહ્યું છે. 

WhatsApp ગ્રુપ એડમિને કરાવવું પડશે રજિસ્ટ્રેશન, નહી તો 10 દિવસ બાદ થશે 'જેલ'

જમ્મૂ:  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓના પ્રસારને રોકવાના પ્રયત્ન હેઠળ કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્રએ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ચલાવનાર લોકોને પહેલાં પોતાની પૃષ્ઠભૂમિની પોલીસ તપાસ કરાવવા અને તેને ઓપરેટ કરવાનું ચાલુ રાખવા માટે 10 દિવસની અંદર પરવાનગી લેવા માટે કહ્યું છે. આકરા પગલાં હેઠળ લોકોને એમપણ કહેવામાં આવ્યું છે કે તે અધિકારીઓને શપઠ પત્ર આપીને કહે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ સામગ્રી માટે તે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને તે આ પ્રકારની સામગ્રીને કાનૂનના સંભવિત ઉલ્લંઘનની સ્થિતિમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે ઉત્તરદાયી હશે.

fallbacks

whatsappનું નવુ ફીચર: મેસેજને કંટ્રોલ કરી શકશે ગ્રુપ એડમિન  

આ આદેશ જિલ્લા વિકાસ કમિશ્નર (ડીડીસી) અંગ્રેજ સિંહ રાણાએ જાહેર કર્યો છે. તેમણે ચેતવ્યા છે કે આવા લોકો વિરૂદ્ધ આતંકવાદ વિરોધી કાનૂન, ગેર કાનૂની ગતિવિધિ (નિરોધક) અધિનિયમ, સૂચના ટેક્નોલોજી અધિનિયમ, રણબીર દંડ સંહિતા અને સાઇબર ક્રાઇમ હેઠળ કેસ ચલાવવામાં આવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે ડીડીસીએ કિશ્તવાડના પોલીસ કમિશ્નર અબરાર ચૌધરી દ્વારા 22 જૂનના રોજ તેમને મોકલેલા પત્રના જવાબમાં આ આદેશ જાહેર કર્યો.

VIDEO: આવી રહ્યો છે OnePlus 6નું નવું વર્જન, જાણો શું છે ફીચર્સ 

એસએસપી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સમાચાર ગ્રુપ મોટી સંખ્યામાં વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યા છે અને મોટાભાગે જોવા મળ્યું છે કે વીડિયો, ઓડિયો અને લેખિત સામગ્રીના રૂપમાં અફવાઓ, ખોટી માહિતી અને અપુષ્ટ અથવા અડધી અધૂરી સૂચનાના રૂપમાં પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેનાથી કાયદો વ્યવસ્થાની સમસ્યા પેદા થવાની આશંકા જન્મ લઇ રહી છે. 

તેમણે કહ્યું કે જિલ્લામાં કોઇપણ અપ્રિય ઘટના અથવા કાનૂન વ્યવસ્થાની સમસ્યા પેદા થતી રોકવા માટે વોટ્સઅપ ન્યૂઝ અથવા અન્ય ગ્રુપ અને ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી અફવાઓના પ્રસારને તાત્કાલિક રોકવાની જરૂર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More