નવી દિલ્હી: ગૌતમબુદ્ધ નગરમાં બેદરકારીનો એવો કિસ્સો જોવા મળ્યો કે જાણીને હચમચી જશો. કેટલાક લોકોના રિપોર્ટ કોરોના નેગેટિવ હોવા છતાં તેમને કોરોના પોઝિટિવ દર્દીઓવાળા આઈસોલેશન વોર્ડમાં રહેવું પડ્યું. આ બેદરકારીએ 35 લોકોના જીવ જોખમમાં મૂકી દીધા.
મળતી માહિતી મુજબ આ 35 લોકોના સેમ્પલ પ્રાઈવેટ લેબ્સમાંથી લેવાયા હતાં અને તેમને કોરોના પોઝિટિવ ગણાવવામાં આવ્યાં. જો કે ત્યારબાદ તેમની સરકારી લેબમાં ફરીથી તપાસ કરવામાં આવી અને રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ તમામ પ્રાઈવેટ લેબ્સને નોટિસ પાઠવવામાં આવી છે.
જો કે આમ છતાં આ 35 લોકોએ 3 દિવસ સુધી કોરોના સંક્રમિતો સાથે રહેવું પડ્યું. ત્યારબાદ ફરીથી તેમના સેમ્પલ સરકારી લેબમાં ચેક કરાયા તો તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યાં. પછી તમામ 35 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા.
જુઓ LIVE TV
બીજા બાજુ ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 94 હજાર 41 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના નવા 3438 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 149 મૃત્યુ થયાં છે. બુધવારે 1879 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 44517 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે