શ્રીનગર: Indian Air Force Attack On Pakistan: ભારતીય વાયુ સેનાએ ‘મિરાજ-2000’ સહિત અન્ય ફાઇટર પ્લેનની મદદથી પાકિસ્તાનની સીમામાં અંદર ઘૂસી આતંકવાદીઓના અડ્ડા પર મગળવાર વહેલી સવારે હવાઇ હુમલો કર્યો હતો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરેન્સ કરી તેની પુષ્ટી કરી છે. એટલું જ નહીં બોર્ડર પાસે આવેલા ગામમાં નિવાસ કરતા લોકોએ પણ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. ZEE ન્યૂઝની ટીમ દ્વારા સાક્ષીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે ભારતીય વાયુસેનાએ જ્યારે ‘એર સ્ટ્રાઇક’ કરી તે સમયે શું માહોલ હતો. તેમને આ વિશે કેવી રીતે જાણકારી મળી.
વધુમાં વાંચો: સોગંદ મુજે ઇસ મીટ્ટી કી, મેં દેશ કો નહી મીટને દુંગા: PM મોદી
રાત્રે લડાકુ વિમાનોના આવવાનો આવાજ આવી રહ્યો હતો. ત્યારબાદ ફાયરિંગનો અવાજ સંભળાવવા લાગ્યો હતો. અમે બોર્ડરની નજીક રહી છે. અમારે જાગવું પડે છે. રાત્રે 2 વાગ્યા પછી અમે બધા ચોક્કસપણે ઊંઘી શકતા નથી. અમે ધડાકા થતા જોયા છે અને અવાજ પણ સાંભળ્યો છે. - અબ્દુલ રહેમાન
સવારે લગભગ 3 વાગ્યાથી વિમાનોનો અવાજ આવવા લાગ્યો હતો. અમે બધા ભયભીત થઇ ગયા હતા. સવારે લગભગ 7 વાગ્યા સુધી અવાજ આવતો હતો. સવારે 8 વાગે જાણવા મળ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક થઇ છે. - નરિંદર કુમાર
રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે વિમાનોનો અવાજ આવવા લાગ્યો. વચ્ચે વચ્ચે બોમ્બ બ્લાસ્ટ થવાનો પણ અવાજ સંભળાતો હતો. અમને ખુશી છે કે અમારી ઇન્ડિયન આર્મી પણ થોડી હરકતમાં આવી છે. આપણા શહીદ જવાનોની શહાદત બેકાર નથી ગઇ. - રાજા મોહમ્મદ શરીફ
વધુમાં વાંચો: Pokમાં ભારતીય વાયુસેનાએ આતંકી કેમ્પોને ‘ઇન બોમ્બ’થી કર્યા નષ્ટ, ઓપરેશનનું કર્યું વીડિયો રેકોર્ડિંગ
છેલ્લા કેટલાક દશકોથી પાક પ્રાયોજિત આતંકવાદ અને પાકિસ્તાની સેનાનો ગોળીબાર સહન કરી રહેલા પુંછ જિલ્લાના નિયંત્રણ રેખાની આસ-પાસ રહેતા લોકોમાં ખુશીન લહેર દોડી રહી છે. લોકોનું કહેવું છે કે અમને દેશની સરકાર અને સેનાઓ પર આ પ્રકારની કાર્યવાહી કરવાનો વિશ્વાસ હતો. પુંછના લોકોનું કહેવું છે કે તેમણે વહેલી સવારે 03:30 વાગ્યાની આસપાસ વિમાનોના ઉડવાનો અવાજ સંભળ્યો, પરંતુ તેમની કાર્યવાહીની સવાર થયા પછી જાણવા મળ્યું છે. અમે લોકો ઘણા ખુશ છે.
રિપોર્ટ: રમેશ બાલી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે