Home> India
Advertisement
Prev
Next

Viral News : પરીક્ષા આપવા ગઈ પત્ની તો પતિએ સાળી સાથે કરી લીધા લગ્ન, વીડિયો કોલમાં પત્નીને કહ્યું- હવે ઘરે ન આવતી

Viral News : મહારાષ્ટ્રના અકોલામાં એક વ્યક્તિએ પોતાની પત્નીની ગેરહાજરીમાં સાળી સાથે લગ્ન કરી લીધા. બાદમાં તેણે વીડિયો કોલ કરી જણાવ્યું કે હવે તારે ઘરે આવવાની જરૂર નથી. આ ઘટના લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.
 

  Viral News : પરીક્ષા આપવા ગઈ પત્ની તો પતિએ સાળી સાથે કરી લીધા લગ્ન, વીડિયો કોલમાં પત્નીને કહ્યું- હવે ઘરે ન આવતી

Viral News : તમે પતિ-પત્ની અને પ્રેમ સંબંધો પર આધારિત ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીની ગેરહાજરીમાં તેની જ સાળી સાથે લગ્ન કરી લીધા. આ પછી તેણે પત્નીને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે હવે તેને ઘરે પરત ફરવાની જરૂર નથી.

fallbacks

ચોંકી ગઈ પત્ની
આ સાંભળતા પત્ની ચોંકી ગઈ અને ગુસ્સામાં પોતાના પરિવારજનો સાથે પતિના ઘરે પહોંચી, પરંતુ પતિએ તેને ઘરમાં ઘૂસવા ન દીધી. ત્યારબાદ પત્નીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જ્યારે પોલીસે પતિને બોલાવ્યો તો પત્નીએ ત્યાં ગુસ્સામાં તેને માર માર્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને પક્ષની પૂછપરછ કરી રહી છે.

વીડિયો કોલ પર પત્નીને સત્ય જણાવ્યું
આ ઘટના બારશીટાકળી તાલુકાના વિજોરા ગામે બની હતી. અહીં રહેતા સુરજ તાયડે 9 મહિના પહેલા કોમલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આખી જિંદગી તેની સાથે રહેવાનું વચન આપ્યું હતું. લગ્ન પછી કોમલા પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી અને પરીક્ષાઓને કારણે તેને અમરાવતી જવાનું થયું. પરીક્ષા પૂરી થયા બાદ કોમલા જ્યારે ઘરે પરત ફરવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પતિએ વીડિયો કોલ કરીને કહ્યું કે તે હવે તેની સાથે રહેવા માંગતો નથી, તેથી તેના ઘરે પરત ફરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચોઃ ભયંકર ચક્રવાતી તોફાનના એંધાણ! તૂટી પડશે વરસાદ, 24 રાજ્યો માટે IMD નું લેટેસ્ટ અપડેટ

સાળી સાથે કરી લીધા લગ્ન
પત્નીએ આ વાત પોતાના પરિવારજનોને જણાવી અને બધા પતિના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો પતિએ તેની પિતરાઈ બહેન શ્રેયા સાથે લગ્ન કરી લીધા હતા. આ જોઈ પરિવારજનો ગુસ્સે થયા પરંતુ સુરજે તેને ઘરમાં ન આવવા દીધા. ત્યારબાદ પત્નીએ પોલીસ સ્ટેશન જઈ સમગ્ર હકીકત જણાવી હતી.

પોલીસ સ્ટેશનમાં થઈ મારપીટ
પોલીસે સુરતને બોલાવ્યો હતો. જ્યારે સુરજ પોતાની નવી પત્ની શ્રેયા સાથે ત્યાં પહોંચ્યો તો કોમલાએ ગુસ્સામાં તેને માર માર્યો હતો. પોલીસ સ્ટેશનમાં થોડો સમય આ ડ્રામા ચાલ્યો હતો. હવે પોલીસ બંને પક્ષની પૂછપરછ કરી તપાસ કરી રહી છે. આ ઘટનામાં હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More