Home> India
Advertisement
Prev
Next

દિલ્હી હિંસા: અત્યારે ક્યાં છે પોલીસને પિસ્તોલ બતાવનાર શાહરૂખ, નક્કર પુરાવા મળ્યા

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન એક નિઃશસ્ત્ર સુરક્ષાકર્મીની છાતી પર પિસ્તોલ તાકનાર અને હવામાં ફાયરિંગ કરીને આતંક મચાવનાર શાહરૂખ ખાનની શોધખોળ દિલ્હી પોલીસ (Delhi Police) કરી રહી છે. તમને જણાવી દઇએ કે સ્પેશિયલ સેલની 10 ટીમ શાહરૂખની શોધખોળમાં ઘણા શહેરોમાં રેડ કરી રહી છે.

દિલ્હી હિંસા: અત્યારે ક્યાં છે પોલીસને પિસ્તોલ બતાવનાર શાહરૂખ, નક્કર પુરાવા મળ્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન એક નિઃશસ્ત્ર સુરક્ષાકર્મીની છાતી પર પિસ્તોલ તાકનાર અને હવામાં ફાયરિંગ કરીને આતંક મચાવનાર શાહરૂખ ખાનની શોધખોળ દિલ્હી પોલીસ (Delhi Police) કરી રહી છે. તમને જણાવી દઇએ કે સ્પેશિયલ સેલની 10 ટીમ શાહરૂખની શોધખોળમાં ઘણા શહેરોમાં રેડ કરી રહી છે. 

fallbacks

જોકે શાહરૂખ મૌજપુરમાં ફાયરિંગ કર્યા બાદ પાણીપત પહોંચી ગયો હતો. તેના મોબાઇલ ફોન કોલ ડિટેલથી આ જાણકારી સ્પેશિયલ સેલને મળી છે. ત્યારબાદથી સતત શાહરૂખ પશ્વિમી ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં સંતાતો ફરે છે, જેમાં કૈરાના અને અમરોહા સામેલ છે. સ્પેશિયલ સેલને શાહરૂખ વિશે એવી જાણકારી મળી છે. તાજા જાણકારી અનુસાર હવે બરેલીમાં શાહરૂખ હોવાની લીડ મળી છે. 

કોણ છે ફાયરિંગ કરનાર શાહરૂખ?
ZEE NEWSની ટીમ જ્યારે દિલ્હીના અરવિંદ નગરમાં શાહરૂખના ઘરે પહોંચી તો પડોશીએ જાણકારી આપી કે હિંસા બાદથી શાહરૂખ ફરાર છે. સાથે જ તેના ઘરવાળા પણ ગાયબ છે. ગળીમાં કોઇ જાણતું નથી કે શાહરૂખનો પરિવાર ક્યાં જતો રહ્યો છે? જોકે આસપાસના લોકોએ જણાવ્યું કે જવાન બંદૂક તાકનાર વ્યક્તિનું નામ શાહરૂખ જ છે. 

જીમમાં કામ કરતો હતો શાહરૂખ
પડોશીઓના જણાવ્યા અનુસાર શાહરૂખના ઘરમાં માતા, ભાઇ અને દિવ્યાંગ પિતા છે. શાહરૂખ નજીકના એક જીમમાં કામ કરતો હતો અને તેનો ભાઇ ટીશર્ટ અને મોજા વગેરે વેચવાનું કામ કરતો હતો. જ્યારે પિતા હાલ કંઇ કામ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More