Home> India
Advertisement
Prev
Next

સવર્ણ અનામતનો લાભ કોને મળશે? 10% અનામતનો લાભ લેવા માટે આ શરતોનું પાલન કરવાનું રહેશે?

સવર્ણોને અનામત આપવાનો મોદી સરકારે નિર્ણય કરતાં ખુશીની લહેર પ્રસરી છે. તો બીજી તરફ સરકાર કેવી રીતે આ અંગે બિલ લાવશે અને પસાર કરશે એ પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ સંજોગોમાં 8 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને મોદી સરકાર દ્વારા 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે, આ સાથે જ 1000 ચોરસફૂટ કરતાં નાનું મકાન ધરાવતા લોકોને પણ મળશે અનામતનો લાભ 

સવર્ણ અનામતનો લાભ કોને મળશે? 10% અનામતનો લાભ લેવા માટે આ શરતોનું પાલન કરવાનું રહેશે?

નવી દિલ્હીઃ મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લેતાં ગરીબ અને આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર પીએમ મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી દેવાઈ છે. આ નિર્ણયને લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. 

fallbacks

હવે સૌથી મોટો સવાલ એ છે કે, ગરીબ સવર્ણ તરીકે ઓળખ કેવી રીતે થશે? આ અંગે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા સવર્ણોને અનામતનો ફાયદો મળશે. આ જ રીતે 1000 ચોરસફૂટથી નાનું મકાન ધરાવતા લોકોને અનામતનો ફાયદો મળશે. 

આ નિર્ણયને લાગુ કરવા માટે મોદી સરકાર અનામતના વર્તમાન ક્વોટાને 50ટકાથી વધારીને 60 ટકાનો કરી શકે છે. 

આ જ રીતે જેની પાસે 5 હેક્ટર કરતાં ઓછી જમીન હશે તેને પણ અનામતનો ફાયદો મલશે. આ ઉપરાંત અધિસૂચિત નગરપાલિકાના ક્ષેત્રનામાં જો 100 ચોરસફૂટ કરતાં ઓછું અથવા તો બિન અધિસૂચિત વિસ્તારમાં 200 ચોરસફૂટના પ્લોટમાં રહેતા લોકોને આર્થિક રીતે પછાત સવર્ણ તરીકે ઓળખવામાં આવશે. તેનો અર્થ એ થયો કે, આ વર્ગના લોકોને અનામતનો ફાયદો મળશે. 

મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારી નોકરીઓમાં સવર્ણોને મળશે અનામતનો લાભ

એવું કહેવાય છે કે, અનામતની ફોર્મ્યુલા 50% + 10% નો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, લોકસભમાં મંગળવારે મોદી સરકાર આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા સંબંધિત ખરડો રજૂ કરી શકે છે. આ માટે સરકાર બંધારણમાં સંશોધન બિલ પણ લાવી શકે છે. જેના અંતર્ગત આર્થિક આધારે તમામ ધર્મના સવર્ણોને અનામતનો લાભ અપાશે. આ માટે મોદી સરકારને બંધારણની ધારા 15 અને 16માં સંશોધન કરવાનું રહેશે. 

fallbacks

સરકારના આ મોટા નિર્ણયને ભારતીય જનતા પાર્ટીએ આવકાર્યો છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું કે, ગરીબ સવર્ણોને અનામતનો ફાયદો મળવો જોઈએ. પીએમ મોદીની નીતિ છે કે 'સબકા સાથ, સબકા વિકાસ.' સરકારે સવર્ણોને તેમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે. 

આગામી બે-ત્રણ મહિનામાં લોકસભા ચૂંટણી આવવાની છે. આ જોતાં સવર્ણોને અનામત આપવાનો નિર્ણય ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ ભાજપના જ ગઢ એવા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો પરાજય થયો હતો. આ ઉપરાંત ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને 80માંથી 73 બેઠક મળી હતી. આ વખતે ભાજપને પડકાર આપવા સપા અને બસપા હાથ મિલાવાના છે. આથી આ ગઠબંધનનો સામનો કરવા માટે ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે. 

ભારતના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More