Home> India
Advertisement
Prev
Next

Covaxin લેનારા લોકો માટે આવ્યા ખુબ જ સારા સમાચાર, WHO એ EOI નો કર્યો સ્વીકાર

ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાનને તેજ કરવા માટે વિદેશી કોરોના રસીને પણ દેશમાં લાવવાની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના રસી કોવેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે.

Covaxin લેનારા લોકો માટે આવ્યા ખુબ જ સારા સમાચાર, WHO એ EOI નો કર્યો સ્વીકાર

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાનને તેજ કરવા માટે વિદેશી કોરોના રસીને પણ દેશમાં લાવવાની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના રસી કોવેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે. જલદી તેને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તરફથી માન્યતા મળી શકે છે. WHO પાસેથી માન્યતા મળ્યા બાદ કોવેક્સીન રસી લઈ ચૂકેલા લોકોના વિદેશ પ્રવાસનો રસ્તો ખૂલી શકે છે. 

fallbacks

WHO એ સ્વીકાર્યું એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ
કોવેક્સીનને વિશ્વ આરોગ્ય સંગઠનની માન્યતા અપાવવાના ક્રમમાં ભારત બાયોટેકે 19 એપ્રિલના રોજ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) WHO માં સબમિટ કર્યું હતું. તેને વૈશ્વિક આરોગ્ય સંગઠને સ્વીકારી લીધુ છે. આ કડીમાં હવે  Pre Submission મીટિંગ 23 જૂનના રોજ થશે. 

ભારતની પહેલી સ્વદેશી વિક્સીન છે કોવેક્સીન
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં કોવેક્સીન ભારતની પહેલી સ્વદેશી વેક્સીન છે. કોવેક્સીનને ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ મળીને બનાવી છે. ભારતમાં કોવેક્સીન ઉપરાંત કોવિશીલ્ડ અને સ્પૂતનિક વી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાઈ રહી છે. 

fallbacks
કોવેક્સીનમાં વાછરડાના સીરમનો ઉપયોગ નથી થતો-આરોગ્ય મંત્રાલય
કોવેક્સીનમાં વાછરડાના સીરમના ઉપયોગ પર સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે ફગાવી હતી. મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે કોવેક્સીનની સંરચનાના સંબંધમાં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે રસીમાં Calf Serum હોય છે. જે સાચું નથી અને તથ્યોને તોડી મરોડીને રજુ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More