Russian Woman in Cave : કર્ણાટક પોલીસે 9 જુલાઈના રોજ એક રશિયન મહિલાની અટકાયત કરી હતી. આ કેસમાં પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ મહિલાના એક ઇઝરાયલી ઉદ્યોગપતિ સાથે સંબંધો હતા. આ બંને લગભગ 8 વર્ષ પહેલાં મળ્યા હતા. નીના કુટીનાએ જણાવ્યું હતું કે બંને છોકરીઓના પિતા એક ઇઝરાયલી ઉદ્યોગપતિ છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે ગોવાની ગુફામાં રહેતી હતી ત્યારે તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો.
શરૂઆતમાં નીનાએ પોલીસ અને અધિકારીઓને બાળકોના પિતા વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કાઉન્સેલરોએ તેનું કાઉન્સેલિંગ કર્યું અને ઘણા પ્રયત્નો પછી તેણીએ છોકરીઓના પિતાનું નામ જણાવ્યું. FRRO અધિકારીઓએ રશિયન દૂતાવાસનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે મહિલા અને તેના બાળકોને પાછા મોકલવામાં લગભગ એક મહિનાનો સમય લાગશે.
આ ઉપરાંત, નીનાનો વિઝા 2017માં જ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ આ મહિલા લાંબા સમયથી કર્ણાટકના જંગલોમાં રહેતી હત. હાલમાં નીનાને બેંગ્લોરમાં પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
ગુફામાં રહેતી રશિયન મહિલા કેવી રીતે ચલાવતી હતી ગુજરાન ? ક્યાંથી આવતા હતા પૈસા ?
ઇઝરાયલી પતિએ સંયુક્ત કસ્ટડીની માંગ કરી
બીજી તરફ, કર્ણાટકની ગુફામાં તેની બે પુત્રીઓ સાથે રહેતી રશિયન મહિલાના ઇઝરાયલી પતિએ સંયુક્ત કસ્ટડીની માંગણી કરી છે. ઇઝરાયલી પુરુષ બ્રાર ગોલ્ડસ્ટીને અધિકારીઓને વિનંતી કરી છે કે તે તેની પુત્રીઓને રશિયન મહિલા સાથે ન મોકલે. બુધવારે, બ્રારે કહ્યું કે તે તેની પુત્રીઓના ભવિષ્ય વિશે ચિંતિત છે કારણ કે રશિયન મહિલા કુટિના બાળકોને શાળાએ જવા દેતી નથી કે બીજા કોઈને મળવા દેતી નથી.
ગોલ્ડસ્ટીને જણાવ્યું હતું કે ગયા ડિસેમ્બરમાં ગોવાના પણજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે નવા વિઝા પર ભારત પરત ફર્યા બાદ તે કુટિનાને શોધી શક્યા નહોતો. પોલીસ ફરિયાદમાં ગોલ્ડસ્ટીને જણાવ્યું હતું કે તે 2017માં કુટિનાને પહેલીવાર મળ્યો હતો. આ પછી તેણે આરોપ લગાવ્યો હતો કે કુટિના "મને શારીરિક ત્રાસ આપતી" હતી અને મારી પાસેથી પૈસા પડાવતી હતી.
ગોલ્ડસ્ટીને ફરિયાદમાં જણાવ્યું હતું કે નીનાના તેના પ્રત્યેના વર્તનને કારણે તેણે તેની સાથે સંપર્ક તોડી નાખવાનું શરૂ કર્યું હતું અને તેને લાગ્યું હતું કે તેનો ઉપયોગ "ફક્ત પૈસા માટે" થઈ રહ્યો છે. "નીનાએ મારા અને મારા બીજા પુત્ર પ્રત્યે આક્રમક અને હિંસક વર્તન કરવાનું શરૂ કર્યું. તે અપશબ્દોનો ઉપયોગ કરતી હતી અને ઘણીવાર નાની નાની બાબતોમાં મારા પર હુમલો કરતી અને મને નુકસાન પહોંચાડતી હતી."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે