નવી દિલ્હી: ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ (Vaccination Drive) ની કમાન મુખ્યત્વે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનની પાસે છે. ભારતમાં અત્યાર સુધીમાં વેક્સીનના કુલ 79 કરોડ ડોઝમાંથી 69 કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડ અને 9 કરોડથી વધુ લોકોને કોવેક્સીન આપવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડ વેક્સીનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તરફથી મંજૂરી મળી છે. ત્યારે કોવેક્સીન હજુ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરીની રાહ જોઇ રહી છે.
Covaxin લગાવનાર લોકો માટે સારા સમાચાર
કોવેક્સીન લગાવનાર ઘણા લોકો છેલ્લા કેટલાક સમયથી કોવેક્સીનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે. જેના કારણે તેમને ભવિષ્યમાં વિદેશ યાત્રા પર કોઈ પ્રકારનું ગ્રહણ ના લાગે. એવામાં લોકો માટે આ સમાચાર સામે આવ્યા છે.
ક્યારે મળશે WHO ની એક્સપર્ટ કમિટિની બેઠક?
ઝી ન્યૂઝ પાસે ઉપલબ્ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્સક્લુઝિવ દસ્તાવેજો અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કોવિડ વેક્સીન પર બનાવવામાં આવેલ એક્સપર્ટ કમિટિ Strategic Advisory Group of Experts (SAGE) On Immunization 5 ઓક્ટોબરના રોજ ભારતીય સમય મુજબ સાંજે 4:45 વાગ્યે મંજૂરી આપવા માટે ભારત બાયોટેકા પ્રસ્તાવ પર બેઠક કરશે.
બેઠકમાં ભારત બાયોટેકના સભ્યો પણ રહેશે હાજર
આ બેઠકમાં, કોવિડ વેક્સીન પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ગ્રુપ SAGE ના સભ્યો અને કોવેક્સીનનું નિર્માણ કરનાર ભારત બાયોટેકના સભ્યો ઉપસ્થિત રહેશે. ભારત બાયોટેકના અધિકારીઓ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના આ ગ્રુપની બેઠક કોવેક્સીનને મંજૂરી આપવા માટે લગભગ દોઢ કલાક સુધી ચાલશે, જેમાં રસી સુરક્ષિત અને અસરકારક છે કે નહીં તેના પર ચર્ચા થશે. ભારતમાં હાથ ધરાયેલા ટ્રાયલનો ડેટાના આધારે તેને સુરક્ષિત અને પ્રભાવિ થવા પર ચર્ચા થશે. જે બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોવેક્સીનની મંજૂરી અંગે અંતિમ નિર્ણય લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે