નવી દિલ્હીઃ છૂટક મોંઘવારી પછી હવે જથ્થાબંધ મોંઘવારીના(Wholesale Inflation) દરે પણ આમ આદમીને મોટો ઝટકો આપ્યો છે. નવેમ્બર મહિનામાં રોજિંદા ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓના (Daily use items) જથ્થાબંધ મોંઘવારીના દરમાં(WPI) પણ વધારો નોંધાયો છે. તેમાં ખાદ્ય ચીજ-વસ્તુઓ, ખાસ કરીને શાકભાજીના જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક(Wholesale Price Index) પર આધારિત દેશની વાર્ષિક મોંઘવારીનો દર નવેમ્બરમાં વધીને 0.58 ટકા થઈ ગયો છે, જે ઓક્ટોબર મહિનામાં 0.16 ટકા હતો.
ખાવા-પીવાની ચીજ-વસ્તુઓ થઈ મોંઘી
મહિનાઓના આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં ખાવા-પીવાની ચીજ-વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારીનો દર 7.65 ટકાથી વધીને 9.02 ટકા થઈ ગયો છે. આ દરમિયાન શાકભાજી, ખાસ કરીને ડુંગળી અને દાળોના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. નવેમ્બર મહિનામાં ઉત્પાદન આધારિત જથ્થાબંધ મોંઘવારીનો દર ગયા મહિનાના -0.84 ટકા પર યથાવત રહ્યો છે.
6 મહિનામાં બીજી વાર Amulએ દૂધના ભાવમાં વધારો કર્યો, આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો
જોકે, વાર્ષિક આધારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જથ્થાબંધ મુલ્ય સૂચકાંક(WPI)ના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2018માં આ સમયગાળા દરમિયાન મોંઘવારીમાં 4.47 ટકાનો વધારો થયો હતો.
મંત્રાલયે નવેમ્બર મહિનાની 'ઈન્ડેક્સ નવેમ્બર્સ ઓફ હોલસેલ પ્રાઈસ ઈન ઈન્ડિયા' સમીક્ષામાં જણાવ્યું છે કે, 'ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 4.56 ટકાના બિલ્ડઅપ દરની સરખામણીમાં વર્તમાન નાણાકિય વર્ષમાં બિલ્ડઅપ મોંઘવારીનો દર 2 ટકા રહ્યો છે.' પ્રાથમિક ઉપયોગી ચીજ-વસ્તુઓ પર ખર્ચ 6.41 ટકાથી વધીને 7.98 ટકા થઈ ગયો છે. પ્રાથમીક વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓનો WPIમાં કુલ વેઈટેજ 22.62 ટકા છે.
બેંકનો આ નવો નિયમ જાણી લેવો જરૂરી, 24 કલાક અને 7 દિવસ મળશે મની ટ્રાન્સફરની સુવિધા
જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત દેશની વાર્ષિક મોંઘવારી નવેમ્બરમાં વધીને 0.58 ટકા થઈ ગઈ છે, જ્યારે ઓક્ટોબર મહિનામાં તે 0.16 ટકા હતી.
છૂટક મોંઘવારી દર પણ વધ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે આવેલા છુટક મોંઘવારી દરમાં પણ વધારો જોવા મળ્યો હતો. છુટક મોંઘવારીનો દર નવેમ્બરમાં વધીને 5.54 ટકા થઈ ગયો હતો, જે છેલ્લા 40 મહિનામાં સૌથી વધુ છે. શાકભાજી અને દાળોના ભાવોમાં સતત વધારાના કારણે છૂટક મોંઘવારી દર વધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે