Home> India
Advertisement
Prev
Next

Kailash Secrets: એવરેસ્ટ કરતા પણ ઓછી ઊંચાઈ છતાં કેમ કોઈ પહોંચી શક્યું નથી કૈલાશ પર? આ છે રહસ્ય

Mount Kailash: કૈલાશ પર્વતની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતા 2000 મીટર ઓછી છે. 8849 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટનું શિખર ઘણા લોકો સર કરી ચૂક્યા છે. પરંતુ આજ સુધી કોઈ પણ 6,638 ઊંચા કૈલાશ પર્વત પર ચડી શક્યું નથી. આ એક એવું રહસ્ય છે જેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. કૈલાશ પર્વતની સામે રશિયા-ચીન જેવા દેશો પણ હાર માની ચૂક્યા છે.

Kailash Secrets: એવરેસ્ટ કરતા પણ ઓછી ઊંચાઈ છતાં કેમ કોઈ પહોંચી શક્યું નથી કૈલાશ પર? આ છે રહસ્ય

Mount Kailash: કૈલાશ પર્વતની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતા 2000 મીટર ઓછી છે. 8849 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટનું શિખર ઘણા લોકો સર કરી ચૂક્યા છે. પરંતુ આજ સુધી કોઈ પણ 6,638 ઊંચા કૈલાશ પર્વત પર ચડી શક્યું નથી. આ એક એવું રહસ્ય છે જેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. કૈલાશ પર્વતની સામે રશિયા-ચીન જેવા દેશો પણ હાર માની ચૂક્યા છે. એવું પણ કહેવાય છે કે કૈલાશના સ્વામી ભગવાન શિવ છે. ભોલેનાથ પોતાના ગણો સાથે કૈલાશ પર્વત પર રહે છે. દાવો કરાય છે કે ભગવાન શિવ કોઈ પણ વ્યક્તિને કૈલાશ પર આવવાની મંજૂરી આપતા નથી. બીજી બાજુ તમામ રિસર્ચમાં કરાયેલા અલગ અલગ દાવા વિશે પણ જાણો. 

fallbacks

કૈલાશ પર કોઈ ચડી શકતું નથી જાણો કારણ

1. એવી માન્યતા છે કે અસુરોએ પણ અનેકવાર કૈલાશ પર્વત પર ચડવાની કોશિશ કરી હતી પરંતુ ક્યારેય સફળ થયા નહતા. દાવો કરાય છે કે ભગવાન શિવ કૈલાશપર પોતાના ગણો સિવાય કોઈને પણ આવવા દેતા નથી. 

2. એવો પણ દાવો કરાય છે કે કૈલાશ પર્વત પર જે પણ ચડવાની કોશિશ કરે છે તેના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે. આ કારણે તે વધુ આગળ જઈ શકતા નથી. 

3. એવું પણ કહેવાય છે કે કૈલાશ પર્વત ખુબ વધુ રેડિયોએક્ટિવ છે. દાવો એવો પણ કરાય છે કે કૈલાશ પર્વત પર ચઢવાની કોશિશ કરતી વખતે વ્યક્તિ દિશાહીન થઈ જાય છે અને ઉપર ટોપ સુધી જઈ શકતો નથી. 

4. કૈલાશ પર્વત પર વર્ષ 1999 માં રશિયાની ટીમે રિસર્ચ કર્યું હતું. જેમાં કહેવાયું કે કૈલાશ પર્વતની ટોચ પ્રાકૃતિક નથી. આ એક પિરામીડ જેવી છે. આથી તેને શિવ પિરામીડ પણ કહે છે. દાવો કરાયો કે કૈલાશ પર ચઢનારા કાં તો ટોચ પર પહોંચ્યા વગર જ પાછા ફર્યા અથવા તો મરી ગયા. 

5. ચીન પણ કૈલાશ આગળ હાર માની ચૂક્યું છે. ચીની સરકારના નિર્દેશ પર કેટલાક પર્વતારોહીઓ કૈલાશની ટોચ પર જવા માટે નીકળી પડ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નહતી. ચીની સરકારે આ અભિયાન અધવચ્ચે મૂકવું પડ્યું હતું. 

6. એવું પણ કહેવાય છે કે જે પણ કૈલાશ પર્વત ચઢવા માટે જાય છે તેનું હ્રદય પરિવર્તન થઈ જાય છે અને તે પાછો ફરો છે. દાવો એવો પણ કરાય છે કે કૈલાશ ચઢવાની કોશિશ કરનારાઓના ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાવવા લાગે છે. 

7. એવો પણ દાવો કરાય છે કે એવરેસ્ટ પર ચઢાઈ કરવી ટેક્નિકલી સરળ છેપરંતુ કૈલાશ પર્વત પર ચઢવાનો કોઈ રસ્તો નથી. અહીં ચારે બાજુ ઊભા ખડકો છે. પરંતુ કૈલાશ પર્વત પર નહીં ચઢી શકવાની વાત હજુ પણ રહસ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More