Home> India
Advertisement
Prev
Next

Lockdown: માંગ તો 30 એપ્રિલ સુધી હતી, PM મોદીએ તેમછતાં 3 મે સુધી કેમ વધાર્યું? સોશિયલ મીડિયા પર જણાવ્યું કારણ

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીનો સામનો કરવામ આટે લોકડાઉન (Lockdown) ના સમયગાળાને 19 દિવસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે દેશમાં લોકડાઉનને હવે ત્રણ મહિના સુધી વધારી દેવામાં આવ્યું છે.

Lockdown: માંગ તો 30 એપ્રિલ સુધી હતી, PM મોદીએ તેમછતાં 3 મે સુધી કેમ વધાર્યું? સોશિયલ મીડિયા પર જણાવ્યું કારણ

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીનો સામનો કરવામ આટે લોકડાઉન (Lockdown) ના સમયગાળાને 19 દિવસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે દેશમાં લોકડાઉનને હવે ત્રણ મહિના સુધી વધારી દેવામાં આવ્યું છે. જોકે એ વાતનું અનુમાન ગત કેટલાક દિવસોથી લગાવવામાં આવી રહ્યું હતું કે લોકડાઉનને વધારવામાં આવશે.

fallbacks

11 એપ્રિલના રોજ પીએમ મોદીની જ્યારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત થઇ ત્યારે મોટાભાગના રાજ્યોએ તેને બે અઠવાડિયા સુધી વધારવાની સલાહ આપી હતી. એટલે મોટાભાગના રાજ્યોએ કહ્યું હતું કે લોકડાઉનના સમયગાળાને 30 એપ્રિલ સુધી વધારવો જોઇએ. 

પીએમ મોદીએ રાજ્યોની સલાહ પર ધ્યાન આપ્યું પરંતુ આ સાથે જ પોતાના તરફથી ત્રણ વધારાનો સમય લેતાં તેને ત્રણ મે સુધી વધારવાનો નિર્ણય કર્યો. આ સાથે જ સોશિયલ મીડિયા પર અટકળોનો દૌર શરૂ કરવામાં આવ્યો કે લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી વધારવામાં આવ્યો?

આખરે કેમ એવું થયું?
તેના પર સોશિયલ મીડિયા પર ઘણા યૂઝરોએ પોતાનએ કહ્યું કે જો લોકડાઉનને 30 પેરિલ સુધી વધારવામાં આવતું તો એક મેના રોજ ખોલવામાં આવતું તો તે દિવસે શુક્રવાર આવશે અને દેશ-દુનિયામાં મજૂર દિવસ ઉજવવામાં આવશે. ઘણા રાજ્યોમાં તે દિવસે મજૂર દિવસના લીધે પબ્લિક હોલીડે હોય છે. ત્યારબાદ બે બીજી અને ત્રીજી મેના રોજ શનિવાર અને રવિવાર આવશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓ સહિત પ્રાઇવેટ સેક્ટરમાં રજા રહેશે. 

આ પ્રકારે લોકડાઉન ખુલવા છતાં આ ત્રણ દિવસમાં ઓફિસોમાં રજા જેવો માહોલ રહેતો પરંતુ એ વાતની પુરી સંભાવના છે કે આટલા દિવસોથી ઘરમાં બંધ રહ્યા બાદ લોકો અચાનક બહાર ફરવા માટે નિકળી પડતા. જોકે એકદમ જાહેર સ્થળો પર ભીડભાડ થઇ જાત. સોશિયલ ડિસ્ટેંસિંગની મર્યાદા ભંગ થઇ શકે છે. એવામાં ફરીથી કોરોનાની ચેન શરૂ થવાનો અંદેશો છે. સરકાર ધીમે ધીમે ઢીલ આપવાના મૂડમાં છે. જોકે પીએમ મોદીએ લોકડાઉનને ત્રણ સુધી વધારવાનો નિર્ણય કર્યો. 

પીએમ મોદીની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગૂ દેશવ્યપી લોકડાઉનને 3 મે સુધી વધારવાની મંગળવારે જાહેરાત કરતાં કહ્યું કે આ મહામારીને પરાસ્ત કરવા માટે જરૂરી છે. વડાપ્રધાનએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે રાજ્યો તથા વિશેષજ્ઞો સાથે ચર્ચા અને વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં લોકડાઉનને હવે 3 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગૂ 21 દિવસના લોકડાઉનના હાલનો તબક્કો (14 એપ્રિલ)ના રોજ સમાપ્ત થઇ રહ્યો હતો. 

તેમણે કહ્યું કે ''આગામી એક અઠવાડિયામાં કોરોના વિરૂદ્ધ લડાઇમાં કઠોરતા અને વધુ વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા અને દરેક રાજ્યમાં તપાસ કરવામાં આવશે કે ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઇ રહ્યું છે, તે ક્ષેત્રને કોરોનાથી પોતાને કેટલો બચાવ્યો છે.''

નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે ક્ષેત્ર આ અગ્નિ પરીક્ષામાં સફળ તહ્શે, જો હોટ સ્પોટમાં નહી હોય, અને જેના હોટ સ્પોટમાં બદલવાની આશંકા પણ ઓછી રહેશે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિઓને પરવાંગી આપવામાં આવી શકે છે. વડાપ્રધાનમંત્રીએ આ સંબંધમાં રાજ્યોની સાથે પોતાની ચર્ચાનો ઉલ્લેખકર્તા કહ્યું કે બધાની સલાહ છે કે લોકડાઉનને વધારવામાં આવે. ઘણા રાજ્ય તો પહેલાંથી જ લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂક્યા છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ''3 મે સુધી આપણે, દરેક દેશવાસીને લોકડાઉનમાં જ રહેવું પડશે. આ દરમિયાન આપણે અનુશાસનનું પાલન કરવાનું છે, જે રીતે આપણે કરતા આવ્યા છીએ. તેમણે કહ્યું કે આપણે સંવેદશીનલ સ્થળો (હોટ સ્પોટ)ને લઇને વધુ સાવધાની વર્તવાની જરૂર રહેશે. જે સ્થળોને હોટ સ્પોટમાં બદલવાની આશંકા છે, તેના પર પણ આપણે આકરી નજર રાખવાની રહેશે. નવા હોટસ્પોટ ન બનાવવા, આપણા માટે પડકાર ઉભા કરશે. 

વડાપ્રધાન મંત્રીએ કહ્યું કે ''આપણે ધૈર્ય રાખવું પડશે, નિયમોનું પાલન કરશે તો કોરોના જેવી મહામારીને પરાસ્ત કરી શકશે. મોદીએ લોકોને 7 વિષયો પર સહયોગ પણ માંગ્યો જેમાં વૃદ્ધોનું ધ્યાન રાખીશું, ગરીબો પ્રત્યે સંવેદનશીલ દ્વષ્ટિકોણ અપનાવવાનું પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More