Home> India
Advertisement
Prev
Next

Karmanasha River: એક એવી નદી કે જેના પાણીને સ્પર્શતા પણ લોકોના ટાંટિયા ધ્રુજે છે, જાણો ગુજરાતમાં છે કે પછી...

Karmanasha River: એક એવી નદી કે જેના પાણીને સ્પર્શતા પણ લોકોના ટાંટિયા ધ્રુજે છે, જાણો ગુજરાતમાં છે કે પછી...

નદીઓથી જીવન હોય છે. તે ફક્ત પીવા માટે જ નહીં પરંતુ ખેતીમાં પાકથી લઈને અનેક જરૂરી કામ માટે પાણી આપે છે. આથી નદીઓને લાઈફ લાઈન કહે છે. પરંતુ જે ભારતમાં નદીને માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે અને તેમની પૂજા થાય છે, ખાસ અવસરો પર નદીમાં સ્નાન કરવું ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નદીઓ પર જ કુંભ, મહાકુંભ આયોજિત થાય છે, તે જ દેશમાં એક નદી એવી પણ છે જેને ભયંકર શાપિત ગણવામાં આવે છે. આ નદી અંગે લોકોના મનમાં એવો ખૌફ છે કે તેમાં ન્હાવાનું તો દૂર લોકો તેના પાણીને સ્પર્શવાથી પણ દૂર ભાગે છે. આ નદીના પાણીને હાથ લગાડવો ખુબ અશુભ ગણાય છે. આ શાપિત નદી ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં છે. અને તેનું નામ કર્મનાશા છે. 

fallbacks

બનતા કામ બગાડે છે આ નદી
ઉત્તર પ્રદેશની આ કર્મનાશા નદીના પાણીને લોકો સ્પર્શતા સુદ્ધા નથી. આ નદીનું નામ કર્મ અને નાશા બે શબ્દો મળીને બનેલું છે. તેનો શાબ્દિક અર્થ જ એ નીકળે છે કે કામને નષ્ટ કરનારી કે બગાડનારી. એવું કહેવાય છે કે કર્મનાશા નદીનું પાણી સ્પર્શવા માત્રથી કામ બગડે છે અને સારા કર્મ પણ માટીમાં ભળી જાય છે. આથી લોકો આ નદીના પાણીને અડતા નથી કે ઉપયોગમાં લેતા નથી. આ નદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વહે છે પરંતુ મોટાભાગનો હિસ્સો યુપીમાં જાય છે. યુપીમાં તે સોનભદ્ર, ચંદૌલી, વારાણસી અને ગાઝીપુર થઈને વહે  છે અને બક્સર પાસે જઈને ગંગામાં ભળે છે. 

નદી કિનારે રહેતા લોકો ફળ ખાઈને પસાર કરતા દિવસ
કર્મનાશા નદી વિશે લોકોમાં એટલો તે ખૌફ છે કે જ્યારે લાંબા સમયથી ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નહતી ત્યારે પણ લોકો ત્યાં રહેવાથી બચતા હતા અને જે લોકો ત્યાં રહેતા પણ હતા તેઓ પાક ઉગાડવામાં આ પાણીનો ઉપયોગ કરવાની જગ્યાએ ફળ ખાઈને જીવન પસાર કરવું વધુ સારું ગણતા હતા. 

યુવતીને એકલી જોઈ યુવકે કરી બળજબરી, યુવતી પણ વાઘણ જેવી નીકળી, પછી જે થયું...

ભાજપ સરકારે અદાણી ગ્રુપને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કરોડોનું ટેન્ડર રદ કર્યું

ઓ બાપ રે! 1200 કરોડમાં 23 ફ્લેટ વેચાયા, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો

કર્મનાશા નદીની પૌરાણિક કથા
કર્મનાશા નદીના શાપિત હોવાની પાછળ એક પૌરાણિક કથા છે. જે મુજબ રાજા હરિશચંદ્રના પિતા સત્યવ્રતે એકવાર પોતાના ગુરુ વશિષ્ઠને જીવિત અવસ્થામાં સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ ગુરુએ ના પાડી દીધી. ત્યારબાદ રાજા સત્યવ્રતે ગુરુ વિશ્વામિત્રને પણ આ જ આગ્રહ કર્યો. વશિષ્ઠ સાથે શત્રુતા હોવાના કારણે વિશ્વામિત્રએ પોતાના તપના બળે સત્યવ્રતને સશરીર સ્વર્ગમાં મોકલી દીધા. આ જોઈને ઈન્દ્રદેવ ગુસ્સે ભરાયા અને રાજાનું માથું નીચેની બાજુ કરીને ધરતી પર પાછા મોકલી દીધા. વિશ્વામિત્રએ તેમને પોતાના તપબળે સ્વર્ગ અને ધરતી વચ્ચે રોક્યા અને ત્યારબાદ દેવતાઓ સાથે યુદ્ધ કર્યું. આ દરમિયાન રાજા સત્યવ્રત આકાશમાં ઊંધા જ લટકેલા રહ્યા. જેના કારણે તેમના મોઢામાંથી લાળ  પડવા લાગી હતી. આ લાળ વહેવાથી નદી બની. ગુરુ વશિષ્ઠે રાજા સત્યવ્રતને તેમની ધૃષ્ટતાના કારણે ચાંડાળ હોવાનો શ્રાપ આપ્યો. એવું કહેવાય છે કે લાળથી બનેલી નદી હોવાના કારણે અને રાજાને મળેલા શ્રાપને કારણે આ નદીને શ્રાપિત ગણવામાં આવે છે અને હજુ પણ આ નદીને અત્યારના સમયમાં પણ શ્રાપિત જ ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More