Tears While Cutting Onion: શાક બનાવતા હોવ કે પછી સલાડ..ડુંગળી એક ખુબ મહત્વપૂર્ણ વસ્તુ છે. ડુંગળી ખાવાના ફાયદા પણ ખુબ થાય છે. તે શરીર માટે ખુબ લાભકારક છે. પરંતુ તમે એક વસ્તુ જો ધ્યાનમાં લીધી હોય તો જ્યારે પણ ડુંગળી કાપીએ ત્યારે કાપનારાની આંખમાંથી આંસુ નીકળી જાય છે. આખરે તેનું શું કારણ છે. ડુંગળી કાપતી વખતે આંખોમાંથી આંસુ કેમ નીકળી જાય છે અને બળતરા થાય છે?
હકીકતમાં આ બાબતે એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ડુંગળી કાપતી વખતે આંખોમાંથી આવતા પાણી માટે એક રસાયણ જવાબદાર છે. ડુંગળીમાં સિન-પ્રોપેનેથિયલ-એસ-ઓક્સાઈડ નામનું રયાયણ મળી આવે છે. આ રસાયણના કારણે આંખોમાંથી પાણી આવે છે. ડુંગળી કાપતી વખતે તેમાં રહેલા લેક્રાઈમેટ્રી-ફેક્ટર સિંથેસ એન્ઝાઈમ બહાર આવે છે. જે આંખોના લેક્રાઈમલ ગ્લેન્ડને પ્રભાવિત કરવા લાગે છે અને ત્યારબાદ આંખોમાંથી આંસુ આવવા લાગે છે.
એક મીડિયા રિપોર્ટે રિસર્ચના હવાલે જણાવ્યું કે સિન-પ્રોપેનેથિયલ-એસ-ઓક્સાઈડ આંખોની લેક્રિમલ ગ્રંથીઓને પ્રભાવિત કરે છે. જેનાથી આંસુ આવવાના શરૂ થઈ જાય છે. જ્યારે આપણે ડુંગળી કાપીએ છીએ ત્યારે લેક્રાઈમેટી-ફેક્ટર સિંથેસ એન્ઝાઈમ હવામાં ભળે છે. ત્યારબાદ આ એન્ઝાઈમ સલ્ફેનિક એસિડમાં ફેરવાય છે. જેનાથી આંખોમાં ઈરિટેશન થાય છે અને આંસુ આવવાના શરૂ થઈ જાય છે.
Green Tea: બનાવતી વખતે ન કરો આ ભુલ, કરશો તો ફાયદાને બદલે થશે નુકસાન
Health Tips: રોજ સવારે આ રીતે દૂધીનો રસ પીવાથી ઝડપથી ઘટે છે વજન અને સુધરે છે પાચન
Body Signals: આ 6 બોડી સિગ્નલથી જાણો કેવી છે તમારી ફિટનેસ, બીમારીનો પણ મળશે સંકેત
અત્રે જણાવવાનું કે ભલે ડુંગળી કાપતી વખતે આંખોમાંથી આંસુ આવતા હોય પરંતુ આ ડુંગળી શરીર માટે તો ખુબ જ લાભકારક છે. ડુંગળીમાંથી વિટામીન એ, બી6, સી અને ઈ તથા સોડિયમ, પોટેશિયમ, લોહ, અને આહાર ફાઈબર જેવા અનેક જરૂરી પોષક તત્વો સારા એવા પ્રમાણમાં મળી આવે છે. ડુંગળીમાંથી ફોલિક એસિડ પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે