હરિયાણાના સોનીપતમાં આવેલી એક યુનિવર્સિટીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સૂટકેસની તપાસ કરતી વખતે એક યુવતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર જંગલની લાગેલી આગની જેમ ફેલાઈ ગયો હતો. જોકે, વીડિયોમાં કોઈ યુવક દેખાતો નથી. મામલો વધુ ઉગ્ર બનતો જોઈને યુનિવર્સિટીએ જવાબ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ એક મોટી મઝાક હતી અને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણો યુવતીના સૂટકેસમાં મળવાનો સમગ્ર મામલો શું છે?
સુટકેસમાંથી મળી યુવતી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક હોસ્ટેલમાં સૂટકેસની તપાસ કરવામાં આવી રહી છે. મહિલા ગાર્ડે સૂટકેસ ખોલતાં જ તેમાંથી એક યુવતી બહાર આવે છે. આ આખો વીડિયો નજીકમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીએ શૂટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે દાવાનળની જેમ ફેલાઈ ગયો હતો. આ અંગે યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોએ યુવતીને હોસ્ટેલમાં લાવવાની આ પદ્ધતિની તુલના રોમિયો અને જુલિયટની કહાની સાથે કરી. મામલો ગરમાતો જોઈને યુનિવર્સિટીએ તેના પર પ્રતિક્રિયા આપી છે.
A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.
Gets caught.
Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg
— Squint Neon (@TheSquind) April 12, 2025
યુનિવર્સિટીએ જણાવી સચ્ચાઈ
સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા મુજબ આ યુવતી બોયઝ હોસ્ટેલમાં મળી આવી છે. જો કે, યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ડાયરેક્ટરે વિડિયો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્ટુડન્ટ્સનું એક જૂથ તેમના મિત્રને મજાકના રૂપમાં એક મોટી સૂટકેસમાં ભરીને હોસ્ટેલમાં ફેરવી રહ્યા હતા. આ એક મઝાક હતી જે સંપૂર્ણપણે ગર્લ્સ હોસ્ટેલ સુધી સીમિત હતી. સૂટકેસને હોસ્ટેલની અંદર એક સાર્વજનિક સ્થળે લઈ જવામાં આવી હતી, જ્યાં સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કરી રહેલા સુરક્ષા કર્મચારીઓને કંઈક શંકાસ્પદ જણાયું હતું અને તેમણે દરમિયાનગીરી કરી હતી. તેઓએ સૂટકેસ ખોલી તો અંદર એક યુવતી મળી.
વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી
યુનિવર્સિટીનું કહેવું છે કે તે મઝાકમાં સામેલ દરેક વિદ્યાર્થી સામે શિસ્તભંગના પગલાં લેવાશે. આ સંબંધમાં શનિવારે સાંજે વિદ્યાર્થીઓને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી, જેમાં તેમને આ મહિનાના અંત સુધીમાં શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે, અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. યુનિવર્સિટીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ વીડિયોને ખોટી માહિતી સાથે શેર ન કરે. તેમજ તેમાં સામેલ વિદ્યાર્થીઓની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે