Home> India
Advertisement
Prev
Next

પતિની આ ગંદી હરકત પર પત્નીનો પીત્તો ગયો, ગુસ્સામાં પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો

આ ખૌફનાક વારદાત બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

પતિની આ ગંદી હરકત પર પત્નીનો પીત્તો ગયો, ગુસ્સામાં પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો

ટીકમગઢ: મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરવા બદલ એક 24 વર્ષની મહિલાએ કથિત રીતે ધારદાર હથિયારથી તેના 26 વર્ષના પતિનો પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો. આ ખૌફનાક વારદાત બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

fallbacks

જબરદસ્તી કરતા પત્નીએ કાપ્યો પ્રાઈવેટ પાર્ટ
પોલીસ અધિકારી ત્રિવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે વિનોદ રાજપૂતે તેની પત્ની સાથે જબરદસ્તીથી સંબંધ બનાવવાની કોશિશ કરી જેના કારણે નારાજ થયેલી તેની પત્નીએ તેના પર હુમલો કર્યો અને એક ધારદાર હથિયારથી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. 

Omicron: ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિએન્ટ, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ

પોલીસ અધિકારીએ શું કહ્યું?
ત્રિવેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ ઘટના 7 ડિસેમ્બરની રાતની છે. પરંતુ પીડિત વિનોદે 13 ડિસેમ્બરે જતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ ઘટનાની જાણકારી સામે આવી છે. ઘટના બાદ તરત વિનોદે એક પ્રાઈવેટ ડોક્ટર પાસે પોતાની સારવાર કરાવી. ત્યારબાદ હવે તેને રાહત છે. 

અત્રે જણાવવાનું કે આ ઘટના ટીકમગઢ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દુર જતારા પોલીસ મથકના રામનગરમાં 7 ડિસેમ્બરે ઘટી હતી.  જો કે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ સોમવારે નોંધાઈ. 

Mumbai: પોલીસ જ્યારે ડાન્સબાર પહોંચી તો 'ગાયબ' થઈ ગઈ બારબાળાઓ, કલાકો બાદ એવી જગ્યાએથી મળી....

લગ્નના થોડા મહિનાઓમાં જ સંબંધમાં આવી ગઈ ખટાશ
તેમણે વધુમાં કહ્યું કે 2019માં લગ્ન થયા બાદ થોડા મહિનાઓમાં જ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડા થવા લાગ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે બંને અલગ રહેવા લાગ્યા. જો કે છેલ્લા કેટલાક સમયથી બંને સાથે રહેતા હતા. પીડિત વિનોદની ફરિયાદ બાદ તેની પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 324 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. 

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More