Home> India
Advertisement
Prev
Next

પતિ સૂતો હતો તો પત્ની ઘરે પ્રેમી સાથે મનાવવા લાગી રંગરેલિયાં, અચાનક જાગી ગયો તો કાંડ કરી દીધો

રાયબરેલીમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. ઘટના પહેલા ત્રણેયએ સાથે બેસીને દારૂ પીધો હતો. આ પછી મહિલાનો પતિ સૂઈ ગયો. જાગીને તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ અને ગુસ્સે થઈ ગયો.

પતિ સૂતો હતો તો પત્ની ઘરે પ્રેમી સાથે મનાવવા લાગી રંગરેલિયાં, અચાનક જાગી ગયો તો કાંડ કરી દીધો

રાયબરેલીમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. ઘટના પહેલા ત્રણેયએ સાથે બેસીને દારૂ પીધો હતો. આ પછી મહિલાનો પતિ સૂઈ ગયો. જાગીને તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ અને ગુસ્સે થઈ ગયો. તેનો વિરોધ કરતાં બંનેએ તેને માર માર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.

fallbacks

યુપીના રાયબરેલીમાં થયેલા રાજેશ મર્ડર કેસનો પોલીસે ખુલાસો કર્યો છે. આ ઘટનાને તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો હતો. ઘટના પહેલાં મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને ખૂબ દારૂ પીવડાવ્યો હતો. આ પછી જ્યારે પતિ સૂઈ ગયો, ત્યારે બંને રંગરેલિયા મનાવવા લાગ્યા હતા. આ સમયે એકાએક પતિ જાગી જતાં પતિએ તેને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો હતો.

નોંધનીય છે કે આ ઘટના બછરાવન પોલીસ સ્ટેશનના થુલેહાંડી ગામની છે. 30 માર્ચે રાજેશને તેની પત્નીએ તેના પ્રેમી નન્હુ મહતાબ સાથે મળીને દારૂ પીવડાવ્યો હતો. રાજેશ ખૂબ નશો કરીને સૂઈ ગયો હતો. આ પછી તેની પત્ની અને પ્રેમીએ રંગરેલિયા મનાવવાનું કરવાનું શરૂ કર્યું. દરમિયાન રાજેશ જાગી જતાં તેણે તેની પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોઈને ગુસ્સે થઈ ગયો હતો. વિરોધ કરવા બદલ બંનેએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ મામલામાં રાયબરેલીના અધિક પોલીસ અધિક્ષક નવીન સિંહે કહ્યું કે બછરવા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રાજેશનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. આના પર ટીમ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને તપાસ શરૂ કરી છે. જો કે, કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ ન હતી. દરમિયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જેના આધારે કેસ નોંધવામાં આવ્યો અને મૃતકના સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું સાબરમતી જેલમાં ભેંસોને નવડાવશે અતીક અહમદ, કચરો કાઢશે? આ છે હકિકત

ભારત સરકાર લોકોને Free માં આપી રહી છે ફોન રિચાર્જ! જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઇ

UPI યૂઝ કરનારાઓ માટે મોટા સમાચાર, સરકાર લેવા જઇ રહી છે એવો નિર્ણય જે આજસુધી થયો નથી

ત્રણેયએ ઘટનાના દિવસે દારૂ પીધો હતો
આ દરમિયાન ખબર પડી કે તેની પત્નીને ગામના જ નન્હુ મહતાબ સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ અંગે મહિલાની કડક પૂછપરછ કરવામાં આવતા રાજેશ, તેની પત્ની રેશ્મા અને મહેતાબે બનાવના દિવસે દારૂ પીધો હોવાનું જાણવા મળ્યું હતું. રાજેશ ખૂબ નશામાં હોવાથી ઊંઘી ગયો હતો.

મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિનું ગળું દબાવ્યું
જાગીને તેણે તેની પત્ની અને મહેતાબને વાંધાજનક સ્થિતિમાં જોયા અને વિરોધ કર્યો. આ દરમિયાન પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેનું ગળું દબાવી દીધું, જેના કારણે તેનું મોત થયું. બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More