Home> India
Advertisement
Prev
Next

પ્રેમની તમામ હદો પાર! પત્નીએ કપાળ પર કરાવ્યું પતિના નામનું ટેટૂ, વીડિયો જોઈને ચોંકી ઉઠ્યા લોકો

Weird News: એક મહિલાએ પ્રેમની હદ વટાવી દીધી છે. તેને કપાળ પર પતિના નામનું ટેટૂ બનાવ્યું છે. ટેટૂ પર તેના પતિ સતીશનું નામ મોટા અક્ષરોમાં લખેલું છે, ટેટૂની તસવીરો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ યૂઝર્સ શોકમાં છે.

પ્રેમની તમામ હદો પાર!  પત્નીએ કપાળ પર કરાવ્યું પતિના નામનું ટેટૂ, વીડિયો જોઈને ચોંકી ઉઠ્યા લોકો

Husband Name Tattooed On Forehead: તમારા પાર્ટનરના નામનું ટેટૂ કરાવવું એ પ્રેમ અને પ્રતિબદ્ધતાનું પ્રતિક હોઈ શકે છે. યુવાનો માટે તેમના જીવનસાથી પ્રત્યે પ્રેમ અને નિષ્ઠા વ્યક્ત કરવાની આ એક બેસ્ટ રીત છે. તે પ્રેમનો કાયમી ભાગ બનવાનું પ્રતીક પણ છે. જો કે, બેંગલુરુની એક મહિલાએ તેના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે જે કર્યું છે એ ભાગ્યે જ કોઈ  કરી શકે. પતિ માટે એક મહિલાએ તેના કપાળ પર તેના નામનું ટેટૂ કરાવ્યું છે. ટેટૂ પર તેના પતિ સતીશનું નામ મોટા અક્ષરોમાં લખેલું છે, ટેટૂની તસવીરો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ જગતમાં હલચલ મચી ગઈ છે. 

fallbacks

આ પણ વાંચો:
1500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ Smartwatch, ક્વોલિટી સાથે મળશે શાનદાર ફીચર્સ
આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર! હવે નહી કરવુ પડે ટાઈપીંગ, આ રીતે મોકલી શકશો મેસેજ

યુવતીએ પતિના નામનું માથા પર ટેટું કરાવ્યું
સોશિયલ મીડિયા યૂઝર્સના એક વર્ગે મહિલાની તેના પતિ પ્રત્યેના સાચા પ્રેમ માટે પ્રશંસા કરી, જ્યારે અન્ય લોકોએ કહ્યું, 'આરઆઈપી કોમન સેન્સ'. વાયરલ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર બેંગલુરુના કિંગ મેકર ટેટૂ સ્ટુડિયો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા તેના કપાળ પર તેના પતિ સતીશના નામનું ટેટૂ કરાવે છે. ટેટૂ કરાવવા માટે ખુરશી પર બેસતાંની સાથે જ તે ખૂબ જ ખુશ દેખાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'સાચો પ્રેમ'. સોશિયલ મીડિયા યુઝર્સે મહિલાના તેના પતિ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી હતી.

વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી 
વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી કે, "બસ એક ઐસી લડકી ચાહિયે લાઈફ મેં." અન્ય એક યુઝરે લખ્યું, "આટલી સાચી પ્રેમાળ છોકરી તમને ક્યાંથી મળે છે." જો કે, લોકોનો એક વર્ગ મહિલાના ટેટૂથી વધુ પ્રભાવિત થયો ન હતો અને તેમણે ટિપ્પણી વિભાગમાં ખરાબ કોમેન્ટો પણ કરી હતી. એક યુઝરે લખ્યું, " મૂર્ખતા સિવાય બીજું કંઈ નથી. સાચા પ્રેમને સાબિત કરવાની જરૂર નથી, તેને તમારી સંભાળ, સ્નેહ, પ્રાથમિકતા, પછી ભલે ગમે તે હોય." અન્ય યુઝરે લખ્યું, "એકબીજા સાથે વ્યવહાર અને આદર હોવો જ જરૂરી છે." અન્ય યુઝરે ટિપ્પણી કરી "એટલે જ શિક્ષણ વધુ મહત્વનું છે."

આ પણ વાંચો
Helmet પહેર્યા પછી પણ કપાઈ રહ્યું છે ₹1,000નું ચલણ, જાણો શું છે મામલો
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More