પાકિસ્તાન સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળ (BSF)નો એક જવાન પૂર્ણમ કુમાપર શો બુધવારે ભૂલથી પાકિસ્તાનમાં પ્રવેશ કરી ગયા હતા. પાકિસ્તાન રેન્જર્સે ત્યારબાદ તેમની કસ્ટડીમાં લઈ લીધા હતા. બીએસએફે પોતાના જવાનને પાછા લાવવાની માંગ કરી છે. જ્યારે, વરિષ્ઠ અધિકારીઓ સાથે પોતાના પતિ વિશે કોઈ આશ્વસ્ત કરનારા સમાચાર ન મળતા વ્યથિત બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શોની પત્ની રજનીએ કહ્યું કે તે અમૃતસર મેલથી પઠાનકોટ થઈને ફિરોજપુર જશે અને જવાબ મેળવશે.
ગુજરાતના આ વિસ્તારોમા માવઠા સાથે આંધી-તોફાનના સંકેત; પ્રિ-મોન્સૂનને લઈને મોટો વરતારો
ગર્ભવતી છે BSF જવાન પૂર્ણમ કુમાર શોની પત્ની
બુધવારે ડ્યૂટી દરમિયાન સીમા ઓળંગ્યા બાદ પૂર્ણમને પાકિસ્તાન રેન્જર્સની ધરપકડ કરી લીધી હતી. જોકે, બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરે શરૂઆતમાં રજનીને ફિરોજપુર જતા રોકવાની કોશિશ કરી, કારણ કે તે ગર્ભવતી છે અને પાકિસ્તાનના અધિકારીઓની સાથે તેમની મુક્તિ અંગે ચર્ચા કરી રહી હતી પરંતુ બાદમાં તેમને મંજૂરી મળી ગઈ હતી. રજનીની બે બહેનો અને એક પિતરાઈ ભાઈ તેની સાથે આવશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કયો દેશ કોને આપશે સમર્થન? જાણો એક એક દેશનું નામ
"હું અહીં બેસીને અનંત કાળ સુધી બેસીને રાહ જોઈ શકતી નથી"
તેમણે કહ્યું કે હું અહીં અનંત કાળ સુધી બેસીને રાહ જોઈ શકું તેમ નથી. છેલ્લા 72 કલાકથી મારો તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી. જો મને ત્યાંથી મદદ ના મળી તો હું દિલ્હી જઈશ અને પીએમઓ પાસે જવાબ માંગીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનન દ્વારા છોડવામાં આવેલા પૂર્ણમની આંખો પર પટ્ટી બાંધેલી તસવીર જોયા બાદ તેમની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો સ્ટોક માર્કેટમાં શું થશે મોટી અસર? કારગિલ યુદ્ધ..
પૂર્ણમ કુમાર શોની માતા દેવંતી દેવીએ પણ પોતાની પરેશાની જાહેર કરી છે. તેમણે કહ્યું કે હું બસ એ જ ઈચ્છું છું કે મારો પુત્ર સુરક્ષિત પાછો આવે. શનિવારે નબાનાના અધિકારી રિશરા નગર પાલિકાના અધ્યક્ષ બિજોય સાગર મિશ્રાની સાથે શોના ઘરે પહોંચ્યા અને પરિવારને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રની સાથે આ મામલાને આગળ વધારશે.
રાત્રે આ બીચ પર જે ગયું તે નથી આવતું પાછું: આ સ્થળે રાત્રે થાય છે આત્માઓનો ખેલ!
સાંસદ કલ્યાણ બેનર્જીએ એક્સને જણાવ્યું હતું કે, તેમણે બીએસએફ ડીજી સાથે વાત કરી, તેમણે પણ આશ્વાસન આપ્યું છે કે પૂર્ણમ હાલ સુરક્ષિત અને તેનું સ્વાસ્થ્ય સારું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે