Home> India
Advertisement
Prev
Next

CBIvsPolice: ધરણા પર બેઠેલા મમતા બેનરજી આખી રાત જાગ્યા, ભોજનની પણ ના પાડી દીધી

સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ધરણા આજે પણ ચાલુ જ છે. તેમણે કહ્યું કે આ ધરણા દેશ અને બંધારણને બચાવવા માટે ચાલુ રહેશે. મમતા બેનરજી આખી રાત જાગતા બેસી રહ્યાં. આ દરમિયાન તેમણે ભોજન કરવાની પણ ના પાડી દીધી. તેમની સાથે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જાગતા બેસી રહ્યાં. મમતા બેનરજીએ પોતાના ધરણાને સત્યાગ્રહ નામ આપ્યું. 

CBIvsPolice: ધરણા પર બેઠેલા મમતા બેનરજી આખી રાત જાગ્યા, ભોજનની પણ ના પાડી દીધી

કોલકાતા: સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ધરણા આજે પણ ચાલુ જ છે. તેમણે કહ્યું કે આ ધરણા દેશ અને બંધારણને બચાવવા માટે ચાલુ રહેશે. મમતા બેનરજી આખી રાત જાગતા બેસી રહ્યાં. આ દરમિયાન તેમણે ભોજન કરવાની પણ ના પાડી દીધી. તેમની સાથે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જાગતા બેસી રહ્યાં. મમતા બેનરજીએ પોતાના ધરણાને સત્યાગ્રહ નામ આપ્યું. 

fallbacks

LIVE: કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતાના 'બંધારણ બચાવો' ધરણા ચાલુ, CBI આજે સુપ્રીમ જશે 

તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે આ સત્યાગ્રહ ચાલુ રહેશે. મમતા બેનરજીએ કહ્યું કે અમે જલદી નક્કી કરીશુ કે આગળ શું કરવું. પરંતુ આ ધરણા ચાલુ રહેશે. અમે અહીંથી હટીશુ નહી. મમતા બેનરજીએ કહ્યું કે તેમની ફોન પર અનેક નેતાઓ સાથે વાતચીત થઈ છે. જેમાં યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાતના નેતા જિગ્નેશ મેવાણી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સામેલ છે. 

મમતા બેનરજીએ કહ્યું કે અહીં જે પણ આવશે તેનું સ્વાગત કરવામાં આવશે. આ ધરણા મારી પાર્ટીના નથી. આ મારી સરકારના ધરણા છે. આ અવસરે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોનો ધરણા સ્થળ પર જમાવડો થવા લાગ્યો છે. 

અત્રે જણાવવાનું કે આ મામલો રવિવારે સાંજે ત્યારે શરૂ  થયો જ્યારે સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને પૂછપરછ કરવા માટે પહોંચી હતી. પરંતુ કોલકાતા પોલીસે તેમને અંદર જવા દીધા નહીં. આ સાથે જ 5 સીબીઆઈ અધિકારીઓને પોલીસે પકડી લીધા ત્યારબાદ સીબીઆઈની બે ઓફિસો ઉપર પણ  કબ્જો જમાવ્યો. મમતા બેનરજીએ જ્યારે ધરણા શરૂ કર્યા ત્યારે પોલીસે કબ્જો છોડ્યો. ત્યારબાદ સીઆરપીએફના જવાનોએ ઓફિસોની સુરક્ષા પોતાના હાથમાં લીધી. 

દેશના મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More