Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં ગુજરાતના આ કાયદાને લાગૂ કરવાની થઈ રહી છે તૈયારીઓ, પોલીસને મળશે વધુ તાકાત

દિલ્હીમાં તોફાનો અને અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે હવે એક મોટો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકારના ગૃહ વિભાગની માંગણી પર કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે ગુજરાતનો કાયદો લાગૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ ગુજરાતના આ કાયદાને લાગૂ કરવા માટે કેન્દ્રને પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.

દિલ્હીમાં ગુજરાતના આ કાયદાને લાગૂ કરવાની થઈ રહી છે તૈયારીઓ, પોલીસને મળશે વધુ તાકાત

Gujarat PASA Law: દિલ્હીમાં તોફાનો અને અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે હવે એક મોટો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકારના ગૃહ વિભાગની માંગણી પર કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે ગુજરાતનો કાયદો લાગૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ ગુજરાતના આ કાયદાને લાગૂ કરવા માટે કેન્દ્રને પ્રસ્તાવ પણ મોકલી દીધો છે. આવામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની લીલી ઝંડી બાદ ગુજરાતનો કાયદો દિલ્હીમાં લાગૂ થઈ જશે. ત્યારપછી દિલ્હી પોલીસ પાસે કાર્યવાહી મુદ્દે વધુ તાકાત રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કાયદો દિલ્હીમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવામાં પ્રભાવી રહેશે. 

fallbacks

વાત જાણે એમ છે કે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ ધ ગુજરાત પ્રીવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્વિટીવીઝ એક્ટ 1985 ને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ લાગૂ કરવાની ભલામણ કરી છે. તેમણે આ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયને પ્રસ્તાવ પણ મોકલ્યો છે. ગુજરાતના આ કાયદા હેઠળ જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે ખતરનાક અપરાધીઓ, ગેરકાયદેસર દારૂ વેચાનારાઓ, નશાનો વેપાર કરનારાઓ, ટ્રાફિકના નિયમો તોડનારાઓ વિરુદ્ધ પોલીસ તરત કાર્યવાહી કરી શકશે. આ ઉપરાંત આ કાયદામાં સંપત્તિ હડપનારાઓ દ્વારા થતી અસામાજિક અને જોખમી ગતિવિધિઓ રોકવા માટે તેમને સુરક્ષા કારણોસર અટકાયતમાં લેવાની પણ જોગવાઈ છે. જે દિલ્હી પોલીસને વધુ શક્તિ આપશે. 

તેલંગણાથી વધુ સારો છે ગુજરાતનો કાયદો
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં ગુજરાતના કાયદાની ભલામણ કરતા પહેલા તેલંગણાના આવા જ એક કાયદાને લાગૂ કરવાનું વિચારવામાં આવ્યું હતું. જો કે તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતનો કાયદો તેલંગણના કાયદા  કરતા વધુ સારો છે. જ્યારે ઉપરાજ્યપાલ આ પ્રસ્તાવ ઉપર પણ સહમત થયા હતા કે ગુજરાતના કાયદાનો દેશની રાજદાનીમાં તેના વિસ્તાર પર વિચાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવે. 

શાહી પરિવારમાં જન્મ, છતાં આત્મબળે ઊભી કરી સ્ટાર્ટઅપ કંપની, માતાનું છે ગુજરાત કનેક્શન

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?

PAKની 'રૂપસુંદરી' એજન્ટ પર મોહી ગયા હતા DRDOના વૈજ્ઞાનિક, ATS ની ચાર્જશીટમાં દાવો

દિલ્હી પોલીસે પણ કરી હતી માંગણી

નોંધનીય છે કે દિલ્હીમાં વધતા અસામાજિક મામલાઓ વચ્ચે દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીના રોજ એક પત્ર લખીને એવી માંગણી કરી હતી કે દિલ્હી માટે પણ ગુજરાતના કાયદાની સમીક્ષા કરવામાં આવે. આ કાયદા હેઠળ જાહેર વ્યવસ્થાને જાળવી રાખવા માટે ખતરનાક અપરાધીઓ, ગેરકાયદેસર દારૂ વેચનારાઓ, નશાના અપરાધીઓ, ટ્રાફિક કાયદાને તોડનારાઓ અને સંપત્તિ હડપનારાઓને સુરક્ષા કારણોસર અટકાયતમાં લેવાની જોગવાઈ છે જે દિલ્હી પોલીસ માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટે સારો સાબિત થઈ શકે છે. 

વિવાદિત પણ રહ્યો છે આ કાયદો
અત્રે જણાવવાનું કે ગુજરાતનો આ પીએએસએ કાયદો પોતાની ક્ષમતાઓના કારણે ચર્ચામાં રહ્યો છે પરંતુ આ સાથે વિવાદ જોડે પણ નાતો રહ્યો છે. રાજનીતિક અને સામાજિક સંગઠનોએ આ કાયદાના દુરઉપયોગનો પણ આરોપ લગાવેલો છે. જેના કારણે અનેકવાર આ કાયદાને લઈને ગુજરાત સરકારે કોર્ટની ફટકાર ઝેલવી પડી છે. જેના પગલે આ કાયદો ખુબ કડક હોવા છતાં ઘણા વિવાદો સાથે જોડાયેલો રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More