Home> India
Advertisement
Prev
Next

કેજરીવાલ સરકાર આદેશ ન માનનાર અધિકારીઓ પર કાયદાકિય કાર્યવાહીની તૈયારીમાં

કેજરીવાલે લેટરના માધ્યમથી દિલ્હીના વિકાસ કાર્યો પ્રત્યે ઉપરાજ્યપાલનું સમર્થન અને માર્ગદર્શનની માંગ કરી છે. 

 કેજરીવાલ સરકાર આદેશ ન માનનાર અધિકારીઓ પર કાયદાકિય કાર્યવાહીની તૈયારીમાં

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. નિર્ણયમાં કોર્ટે એલજીને સરકારની સલાહ પર કામ કરવાનું કહ્યું છે. ત્યારબાદ ગુરૂવારે સીએમ કેજરીવાલે અનિલ બૈજલ પાસે મળવાનો સમય માંગ્યો અને સાથે એક લેટર પણ જારી કર્યો. 

fallbacks

કેજરીવાલે લેટરના માધ્યમથી દિલ્હીના વિકાસ કાર્યો પ્રત્યે ઉપરાજ્યપાલનું સમર્થન અને માર્ગદર્શનની માંગ કરી છે. સાથે તે પણ જણાવ્યું કે, કોઇપણ મામલા પર એલજીની સહમતિની જરૂરીયાત હશે નહીં. ઉપરાજ્યપાલ વહીવટી પ્રમુખ છે અને તેથી તેમને મંત્રીપરિષદ દ્વારા કરાયેલા તમામ નિર્ણયોના સંબંધમાં સૂચના આપવામાં આવશે. 

કેજરીવાલે પોતાની ચિઠ્ઠીમાં એલજીને કહ્યું કે, જો સર્વિસેઝ વિભાગની ફાઇલો તેમની સાપે આવે છે તો તે આના પર કોઈ કાર્યવાહી કરશે નહીં, કારણ કે જો આમ થશે તો આ સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર થશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય છતા દિલ્હી સરકાર અને અધિકારીઓ વચ્ચે ટકરાવ ખતમ થાય તેવું લાગતું નથી. દિલ્હી સરકાર તરફથી સર્વિસેઝ વિભાગને મોકલવામાં આવેલી ફાઇલોને અધિકારીઓએ પરત મોકલી દીધી છે. 

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. સીએમ કેજરીવાલે એલજીને લખેલી ચિઠ્ઠી આ મામલે મહત્વની થઈ જાઈ છે. 

સેવા વિભાગે પરત કરી સિસોદિયાની ફાઇલ
દિલ્હી સરકાર અને એલજી વચ્ચે અધિકારોને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો પરંતુ નિર્ણયની થોડી કલાકો બાદ ફરીથી અધિકારીઓ પર તકરાર શરૂ થઈ ગઈ. સેવા વિભાગે ડેપ્યુટી સીએમ દ્વારા મોકલેલી ફાઇલો પરત મોકલાવી દીધી છે. 

ભલે સુપ્રીમ કોર્ટે દિલ્હીના એલજી અને મુખ્યપ્રધાન વચ્ચે અધિકારોની વહેંચણી વચ્ચે રેખા ખેંચી દીધી હોય પરંતુ લાગે છે ખેલ હજુ બાકી છે. તેની શરૂઆત મોડી રાત્રે ત્યારે થઈ જ્યારે દિલ્હીના અધિકારીઓના એક વરિષ્ઠ ઓફિસરે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના આદેશ પર આડો-અવડો જવાબ આપીને તેને માનવાનો ઈનકાર કરી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More