પટનાઃ જો એક્ઝિટ પોલના પરિણામ સાચા સાબિત થયા અને 31 વર્ષના તેજસ્વી યાદવ બિહારમાં જીતશે તો સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બનનારા નેતા હશે. પરંતુ તેની પહેલાં અત્યાર સુધી સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી કોણ બન્યા છે તેની વાત કરીએ.
- 1967માં એમ.ઓ.હસન ફારૂખ માત્ર 29 વર્ષની ઉંમરમાં પુડ્ડુચેરીના સીએમ બન્યા હતા. પરંતુ પુડ્ડુચેરી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. આથી તેજસ્વી જો બિહાર જેવા મોટા રાજ્યમાં સફળ થશે તો 31 વર્ષની નાની ઉંમરમાં મુખ્યમંત્રી બનવાનો એક રેકોર્ડ બનશે.
બિહારમાં અત્યાર સુધી નાની ઉંમરે બનેલા મુખ્યમંત્રીઓ
-આ પહેલાં બિહારમાં 1968માં સતીશ પ્રસાદ સિંહ 32 વર્ષની ઉંમરમાં મુખ્યમંત્રી બન્યા હતા.
- તેના પછી જગન્નાથ મિશ્રા 1975માં 38 વર્ષની ઉંમરમાં મુખ્યમંત્રી બન્યા હતા.
દેશમાં નાની ઉંમરે બનેલા મુખ્યમંત્રીઓ
ઓછી ઉંમરમાં મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ જોવામાં આવે તો. 1985માં અસમમાં પ્રફુલ કુમાર મહંત માત્ર 32 વર્ષની ઉંમરમાં સીએમ બન્યા હતા.
આ યાદીમાં 2012માં 38 વર્ષની ઉંમરમાં અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. 2013માં 38 વર્ષની ઉંમરમાં હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા. અને 2009માં 39 વર્ષની ઉંમરમાં ઓમર અબ્દુલ્લા કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા હતા.
જોકે તેજસ્વી જીતશે તો તેમની સફળતા એટલા માટે પણ મોટી હશે. કેમ કે તેમણે પાવરફુલ એનડીએની સામે આખી ચૂંટણી પોતાના દમ પર અને પોતાના ચહેરા પર લડી. એક-એક દિવસમાં 10થી 12 જનસભાઓ અને પ્રચારમાં એવી મહેનત કરી કે જેવું કદાચ કોઈપણ નેતાએ ન કર્યું હોય. મહાગઠબંધનને એક રાખ્યો. ક્યાંય પણ કડવાશ સામે આવવા ન દીધી. અને એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે 10 તારીખે પરિણામ જે કંઈપણ હોય બિહારને તેજસ્વીમાં નવો નેતા જોવા મળ્યો છે.
તેજસ્વીને નીતિશની સામે બિહારના લોકો પસંદ કરશે તો આ એટલા માટે મોટો પડકાર હશે. કેમ કે નીતિશે 15 વર્ષ સુશાસનના નામે રાજ કર્યું છે અને આરજેડીના નામ પર હંમેશા જંગલરાજ જેવા શબ્દો ગૂંજતા રહ્યા છે. જે પ્રચારમાં પણ જોવા મળ્યું. કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંગલરાજ શબ્દને તેમની રેલીઓમાં વારંવાર ઉલ્લેખ કરીને મહાગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક્ઝિટ પોલમાં તો તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનની સરકાર બનતી બતાવવામાં આવી છે. જો જંગલરાજ જેવા ઈતિહાસને બિહાર ભૂલીને તેજસ્વીને ચાન્સ આપવા માગે છે. અને એક્ઝિટ પોલના પરિણામ તેની તરફ ઈશારો કરી રહ્યા છે. તો આ ડરને ખત્મ કરવાનો પડકાર પણ તેજસ્વીની સામે હશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે