Home> India
Advertisement
Prev
Next

કચ્છનું આ ગામ દેશનું સૌથી અમીર ગામ, 17 બેંકોમાં હજારો કરોડની ડિપોઝીટ, જાણીને દુનિયા છક થઈ

બેંક ડિપોઝિટના મામલે દુનિયાના સૌથી અમીર ગામોમાંથી એક ગામ ભારતમાં છે. તમને જાણીને ગર્વ થશે કે આ ગામ ગુજરાતના કચ્છ જિલ્લામાં છે.

કચ્છનું આ ગામ દેશનું સૌથી અમીર ગામ, 17 બેંકોમાં હજારો કરોડની ડિપોઝીટ, જાણીને દુનિયા છક થઈ

બેંક ડિપોઝિટના મામલે દુનિયાના સૌથી અમીર ગામોમાંથી એક ગામ ભારતમાં છે. તમને જાણીને ગર્વ થશે કે આ ગામ ગુજરાતના કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લાના આ ગામમાં 7600 ઘર અને 17 બેંક છે. આ ઘરોના માલિક મોટા ભાગે યુકે, યુએસએ, કેનેડા અને દુનિયાના અન્ય ભાગોમાં રહે છે. 

fallbacks

સ્વિમિંગ પૂલથી લઈને શોપિંગ મોલ સુધીની સુવિધા
કચ્છ જિલ્લાનું માધાપર ગામ એટલું સમૃદ્ધ ગામ છે કે દુનિયાભરના લોકો તેને જોવા માટે આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કોલેજ સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની પણ વ્યવસ્થા છે. ગામનો પોતાનો શોપિંગ મોલ છે. જ્યાં દુનિયાભરના બ્રાન્ડ મળે છે. ગામમાં તળવા છે અને બાળકોને ન્હાવા માટે શાનદાર સ્વીમિંગ પૂલ પણ છે. 

fallbacks

બેંકમાં જમા છે 5000 કરોડ રૂપિયા
અમારી સહયોગી સાઈટ WION ના જણાવ્યાં મુજબ આ ગામમાં જે 17 બેંકો છે તે તમામ જાણીતી બેંકોની શાખા છે. જેમાં 5000 કરોડ રૂપિયા જમા છે. અહીંથી લોકો ભારતના બીજા શહેરોમાં જવાની જગ્યાએ કેનેડા, અમેરિકા, લંડન, કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રીકા, તંઝાનિયા કેન્યા જઈને વસી ગયા છે. 

fallbacks

વિદેશમાં રહીને પણ ગામ સાથે લગાવ
સૌથી મોટી વાત એ છે કે લોકો તો આ ગામની બહાર જઈને વસી ગયા પરંતુ ગામની માટીએ તેમને હંમેશા જકડી રાખ્યા. ગામ સાથે તેમનો સંપર્ક હંમેશા જળવાઈ રહ્યો. માધાપર ગામના લોકો વિદેશથી પૈસા કમાઈને ગામમાં ભેગા કરે છે. આ ગામના પ્રત્યેક ઘરમાં ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે. 

fallbacks

આજે પણ ખેતી કરે છે લોકો
કૃષિ સમૃદ્ધિમાં એક મોટી ભૂમિકા ભજવે છે અને મોટાભાગનો કૃષિ સામાન મુંબઈથી આયાત કરાય છે. આ ગામના લોકો હજુ પણ ખેતીવાડી કરે છે, કોઈએ પોતાના ખેતર વેચ્યા નથી. ગામમાં આધુનિક ગૌશાળા પણ છે. ગામનો પોતાનો કમ્યુનિટી હોલ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. 

1968માં બનાવ્યું સંગઠન
1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. ઓફિસ એટલા માટે ખોલવામાં આવી જેથી કરીને માધપર ગામના લોકો પરસ્પર મળી શકે. એ જ રીતે ગામમાં પણ એક ઓફિસ ખોલવામાં આવી છે. જેથી કરીને લંડનથી સીધો સંપર્ક થઈ શકે. તે યુકેમાં રહેતા ગામના લોકોને પોતાના લોકોની સાથે સંપર્ક બનાવવામાં અને સંસ્કૃતિ તથા મૂલ્યો જાળવી રાખવામાં પણ મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More