Home> India
Advertisement
Prev
Next

ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારો પર મોટી ઘાત, અરબ સાગર વિશે WMOની ડરામણી ચેતવણી 

WMO Report for Coastal Areas of India: વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના રિપોર્ટ મુજબ ભારતના કાંઠા વિસ્તારોમાં સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. જેનો દર 4 મિમી પ્રતિ વર્ષ થઈ ગયું છે. ગુજરાત પાસે મોટો દરિયાકાંઠા વિસ્તાર છે. 

ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારો પર મોટી ઘાત, અરબ સાગર વિશે WMOની ડરામણી ચેતવણી 

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન  (WMO) ના એક નવા રિપોર્ટથી ખળભળાટ મચી શકે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના કાંઠા વિસ્તારોમાં સમુદ્રનું જળસ્તર ભયાનક રીતે વધી રહ્યું છે. રિપોર્ટ મુજબ સમુદ્રનું જળસ્તર પહેલાની સરખામણીમાં ખુબ ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે એશિયામાં ગરમી ઝડપથી વધી રહી છે. જેનાથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે અને લોકોએ તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. અત્રે જણાવવાનું કે કાંઠા વિસ્તારોમાં આ સ્થિતિની ખુબ ખરાબ અસર પડી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં સમુદ્રનું પાણી ભરાઈ શકે છે. 

fallbacks

4 મિમી પ્રતિ વર્ષના દરે વધે છે જળસ્તર
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ સમુદ્રનું જળસ્તર દર વર્ષે 3.7 થી 3.8 મિલીમીટર વધી રહ્યું હતું. પરંતુ હવે આ દર વધીને 4.00 મિલીમીટર થઈ ગયું છે. આ વધારો સમુદ્ર કાંઠાથી 50 કિલોમીટરના દાયરામાં જોવા મળી રહ્યો છે. માણસોની હરકતોના કારણે ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ થઈ રહ્યું છે જેનાથી સમુદ્રનું જળસ્તર આટલું ઝડપથી વધી રહ્યું છે. વાત જાણે એમ છે કે જીવાશ્મ ઈંધણ બાળવાથી ગ્રીનહાઉસ ગેસો નીકળે છે. આ ગેસો બરફની ચાદરો અને ગ્લેશિયરોને અકલ્પનીય રીતે પીગળાવી રહ્યા છે. તેનાથી સમુદ્રી જળસ્તર વધી રહ્યું છે. જે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો અને નાના ટાપુઓ માટે ખુબ મોટું જોખમ છે. ભારતના દક્ષિણ ભાગ પણ તેનાથી  પ્રભાવિત થઈ રહ્યા છે. 

દક્ષિણ ચીન સાગર બાદ સૌથી વધુ વધારો
બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં પણ સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. તે ભારતના પૂર્વી તટ (પશ્ચિમ બંગાળથી તમિલનાડુ સુધી) ને કવર કરે છે. આ વિસ્તારમાં જળસ્તર વધવાનો દર પશ્ચિમી ઉષ્ણકટિબંધીય પ્રશાંત ક્ષેત્ર (દક્ષિણ ચીન સાગર) બાદ સૌથી વધુ છે. આમ તો સમુદ્રનું જળસ્તર દરેક જગ્યાએ એક જેવું નથી વધી રહ્યું. પરંતુ હિન્દ મહાસાગરનું તાપમાન, પૂર્વી અને પશ્ચિમી બંને તટ પર વૈશ્વિક સરેરાશથી વધુ છે. 2024માં વૈશ્વિક સરેરાશ સમુદ્ર જળસ્તર 3.4 ± 0.3 મિલીમીટર સુધી પહોંચી ગયું. ભારતના પશ્ચિમી તટ પર તે વધારો 3.9 ± 0.4 મિલીમીટર અને પૂર્વી તટ પર 4.0 ± 0.4 મિલીમીટર નોંધાયો. 

ગરમી વધવાથી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ
WMO ના સ્ટેટ ઓફ ધ ક્લાઈમેટ ઈન એશિયા 2024 રિપોર્ટમાં કહેવાયું છે કે એશિયામાં ગરમી વૈશ્વિક સરેરાશથી લગભગ બમણી ઝડપથી વધી રહી છે. તેનાથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે અને વિસ્તારને ભારે નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે 1991-2024 વચ્ચે ગરમી વધવાનો દર 1961-1990ના સમયગાળાની સરખામણીમાં લગભગ બમણો રહ્યો. ગરમી વધવાથી મધ્ય હિમાલય અને તિયાન શાન પર્વતના 24માંથી 23 ગ્લેશિયરોનો બરફ પીગળ્યો છે. તેનાથી ગ્લેશિયર ઝીલોમાં પુર અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી ગઈ છે. 

વાયનાડના ભીષણ ભૂસ્ખલનનો પણ ઉલ્લેખ
રિપોર્ટમાં ભારતમાં 2024માં આવેલી એક મોટી કુદરતી આફતનો પણ ઉલ્લેખ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે કેરળના વાયનાડ જિલ્લામાં ભીષણ ભૂસ્ખલન થયું. જેમાં 350થી વધુ લોકોના મોત થયા. આ ઘટના 30 જુલાઈના રોજ ઘટી હતી જ્યારે 48 કલાકમાં 500 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો હતો. 2024માં ભીષણ ગરમીના કારણે ભારતના અલગ અલગ ભાગોમાં 450થી વધુ લોકોના મોત થયા. આ ઉપરાંત વીજળી પડવાથી લગભગ 1300 લોકોના જીવ ગયા. 10 જુલાઈના રોજ યુપી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ જિલ્લામાં વીજળી પડવાથી 72 લોકોના મોત થયા. સમુદ્ર જળસ્તરવામાં વધારો અને વધતી ગરમીથી ભારતના કાંઠા વિસ્તારો અને દેશના અન્ય ભાગોમાં કેવા કેવા પડકારોનો સામનો કરવો પડશે તે ચિંતાનો વિષય છે. 

ગુજરાત માટે શું ખતરો?
ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો મળેલો છે. જે આખા દશમાં સૌથી વધુ લાંબો છે.  પરંતુ સર્વે ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતનો સમુદ્રકિનારો 2340.62 કિલોમીટર લાંબો જણાવવામાં આવ્યો છે. 1970માં જાહેર થયા મુજબ તો ગુજરાતનો સમુદ્રકાંઠો 1200 કિલોમીટર જેટલો હતો પરંતુ હવે તેનો લગભગ ડબલ કહી શકાય એવો વધારો જોવા મળ્યો છે. જો કે સત્તાવાર આંકડો તો થોડા વર્ષો પહેલાં ગુજરાત સરકારે 1600 કિલોમીટરનો આંકડો જાહેર કર્યો હતો તે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More