Home> India
Advertisement
Prev
Next

લો બોલો! TMC નેતા અને ભાજપના મહિલા નેતા કારમાં દારૂ પાર્ટી કરતા પકડાયા, Video વાયરલ

પશ્ચિમ બંગાળમાં એક ટીએમસી નેતા અને ભાજપના મહિલા નેતાનો વીડિયો વિવાદમાં આવ્યો છે. બંને નેતાઓ સાથે દારૂ પાર્ટી કરતા પકડાયા હોવાનું સામે આવ્યું છે. 

લો બોલો! TMC નેતા અને ભાજપના મહિલા નેતા કારમાં દારૂ પાર્ટી કરતા પકડાયા, Video વાયરલ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાતે કારમાં બે અલગ અલગ રાજનીતિક પાર્ટીના નેતાઓના દારૂ પાર્ટીથી વિવાદ છેડાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગ્રામીણોએ ટીએમસી અને ભાજપના નેતાઓને એક સૂમસામ જંગલમાં ઊભેલી એક કારમાં સાથે દારૂ પીતા પકડ્યા. આ ઘટના અપલચંદ જંગલ પાસે ઘટી. સ્થાનિકોએ જ્યારે વિસ્તારમાં એક ખાનગી કારને અસામાન્ય રીતે લાંબા સમય સુધી ઊભેલી જોઈ તો શંકા ગઈ. ભીડ ભેગી  થઈ અને તેમાં બેઠેલા લોકોને બહાર નીકળવા જણાવ્યું. તો ભાજપ મહિલા મોરચાની જલપાઈગુડી જિલ્લા અધ્યક્ષ દીપા બનિક અધિકારી એક ટીએમસી નેતાની ગાડીમાં બેઠેલા જોઈને લોકો દંગ રહી ગયા. 

fallbacks

અત્રે જણાવવાનું કે બાદમાં જાણવા મળ્યું કે ટીએમસીના પંચાયત સમિતિના અધ્યક્ષ અને જિલ્લા સ્તરના નેતા પંચાનન રોય, દીપા બનિક અધિકારી અને તેમના ડ્રાઈવર સાથે દારૂ પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. ગુસ્સે  ભરાયેલા ગ્રામીણોએ કાર ઘેરી લીધી અને વિરોધ કર્યો તથા સમગ્ર ઘટનાક્રમનો વીડિયો બનાવી લીધો. ફૂટેજમાં અધિકારી કારની પાછળની સીટ પર બેઠેલા જણાય છે. સ્થાનિક લોકો દ્વારા ટોકવામાં આવતા તેઓ એક દારૂ ભરેલો પ્લાસ્ટિકનો ગ્લાસ આગળની સીટ પર સરકાવી દે છે. 

કારમાં એક અન્ય વ્યક્તિ પણ દેખાય છે જે ડ્રાઈવર હોવાનું કહેવાય છે. જેવો કેમેરા તેના પર આવે છે કે તે જલદી બારી ઉપર કરી દે છે. થોડીવાર બાદ અધિકારી ગાડીમાંથી ઉતરીને જતા રહે છે. રોય અને તેમના ડ્રાઈવરને ગ્રામીણોએ થોડીવાર સુધી બંધક બનાવી રાખ્યા અને ત્યારબાદ છોડી દીધા. આ ઘર્ષણની ટીકા થઈ છે. ખાસ કરીને ડાબેરીઓએ તેને સ્થાનિક રાજનીતિક નેતૃત્વનું શરમજનક પ્રતિબિંબ જણાવ્યું છે. 

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા દીપા બનિક અધિકારીએ કહ્યું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને દાવો કર્યો કે આ ઘટના એક રાજકીય કાવતરાનો ભાગ હતી. હંગામો  છતાં ટીએમસી અને ભાજપ બંનેએ અધિકૃત નિવેદન આપવાથી અંતર જાળવ્યું છે. અપલચંદ ગ્રામ પ્રધાન અને બંને દળોના જિલ્લા નેતાઓ પણ ચૂપ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More