Home> India
Advertisement
Prev
Next

UPના સંભલમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવી

પીડિતાનાં ઘરમાં ઘુસેલા અસામાજીક તત્વો તેને ઘસડીને મંદિરમાં લઇ ગયા હતા

UPના સંભલમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવી

સંભલ : સમગ્ર દેશમાં મહિલાઓની વિરુદ્ધ અત્યાચાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. હવે ઉત્તરપ્રદેશના સંભલ વિસ્તારથી સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક 35 વર્ષની મહિલાને તેના ઘરની પાસે જ આવેલ મંદિરના હવનકુંડમાં જીવતો સળગાવી દેવામાં આવ્યો. અત્યાર સુધી હજી સુધી આ મુદ્દે કોઇ પણ ધરપકડ નથી થઇ. એવુ જણાવાઇ રહ્યું છે કે મહિલાની સાથે ગેંગરેપના પ્રયાસ થયો પરંતુ રેપમાં અસફળ રહ્યા બાદ તેને મંદિરની યજ્ઞશાળામાં સળગાવીને મારી નાખવામાં આવી.
પીડિતના પતિનું કહેવું જીવતી સળગાવાયાની પહેલાની થોડી મિનિટો પહેલા જ મહિલાએ 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી. જો કે પોલીસ તરફથી કોઇ જ જવાબ નહોતો મળ્યો ન તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના શનિવાર - રવિવારની રાત્રે આશરે 2.30 વાગ્યે ઘટી હતી. 

fallbacks

પોલીસે જણાવ્યું કે, શનિવારે સવારે રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલા ગામમાં બની. પીડિતાનો પતિ ગાજિયાબાદમાં મજુરી કરીને પરિવારનું ગુજરાન કરે છે અને તેનાં બે બાળકો પણ છે.પીડિતાનાં પરિવારજનોએ પાંચ લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસનું કહેવું છે કે, શનિવારે મહિલા પોતાના ઘરે આરામ કરી રહી હતી. ત્યારે કેટલાક અસામાજીક તત્વો તેના ઘરમાં ઘુસી આવ્યા હતા. આ લોકો પીડિતાને ઉઠાવીને નજીક રહેલ એક મંદિરમાં લઇ ગયા અને તેની સાથે ક્રુરતા કરવાના પ્રયાસો કર્યા. 

પોલીસ જ્યા હાલ મહિલાની સાથે ગેંગરેપ થયા હોવાની પૃષ્ટિ નથી કરી રહી, બીજી તરફ ડીપિતાનાં પતિનો આરોપ છે કે ગત્ત રાત્રે પાંચ અસામાજીક તેના ઘરમાં પરાણે ઘુસી આવ્યા અને તેની પત્ની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. ગેંગરેપ બાદ મહિલાએ પોલીસ પાસે મદદ માંગવાનો પ્રયાસ કર્યો, જો કે 100 નંબર પર તેને કોઇ  જવાબ નથી મળ્યો. 

ત્યાર બાદ પીડિતાએ પોતાનાં ભાઇને પણ ફોન કરીને પોતાની આપવીતી કહી સંભળાવી હતી. પીડિતા અને તેના કાકાના દિકરા ભાઇની વચ્ચે વાતચીતનો ઓડિયો ક્લિપ પણ સામે આવી ગઇ. જેમાં પીડિતા પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત જણાવી રહી છે. જો કે દરમિયાન પોલીસે પીડિતાનાં ભાઇની મદદથી કેટલાક લોકોની ઓળખ કરીને ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત પોલીસ તપાસ પણ કરી રહી છે કે મહિલાને કઇરીતે ઘસડતા મંદિર લઇ ગયા અને કઇ રીતે ઘરમાં ઘુસ્યા તે અંગે તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More