મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં એક મહિલાએ પોતાન સસરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે સસરાએ એક તાંત્રિક (Tantrik) ના કહેવા પર એક 'અનુષ્ઠાન' કર્યું. આ અનુષ્ઠાનના નામ પર મહિલાને ચિકનનું લોહી (Chicken Blood) પીવડાવવા માટે મજબૂર કરવામાં આવી. એટલું જ નહી મહિલાનો આરોપ છે કે તેના સસરાએ તેનું યૌન શોષણ (Sexually Abused) પણ કર્યું. મહિલાએ પતિ, સસરા અને અન્ય સાસરીવાળા વિરૂદ્ધ FIR નોંધાવી છે.
પતિ વિશે ન હતી જાણકારી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાની સાસુ વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેના સસરાએ લગ્ન પહેલાં આ વાત છુપાવી હતી કે તેનો પતિ નપુસંક (Impotent) છે. લગ્ન બાદ જ્યારે કોઇ બાળક ન થયું તો તેના સસરાએ પ્રેગ્નેંટ કરવા માટે યૌન શોષણ કર્યું.
કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, ફક્ત એક ભૂલના લીધે સર્જાઇ 'અનોખી' મુસીબત
પતિ અને સસરાની ધરપકડ
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે પોતાના પરિવારને પોતાના પતિની નપુંસકતા વિશે જણાવ્યું તો તેના સસરાએ તેનું શારીરિક શોષણ કર્યું. 33 વર્ષીય મહિલા દ્વારા કરવામાં આવેલા દાવા બાદ પોલીસે અત્યાર સુધી તેના પતિ અને સસરાની ધરપકડ કરી લીધી છે. મહિલાના અનુસાર તે 2018થી પોતાના સાસરીવાળા દ્વારા માનસિક અને શારીરિક શોષણનો શિકાર થતી રહી છે. સ્થાનિક અધિકારીઓના અનુસાર 30 ડિસેમ્બર 2018થી લગ્ન બાદ ગત ચાર મહિનાથી દંપતિ અલગ રહે છે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી કેસમાં બેની ધરપકડ કરી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે