Home> India
Advertisement
Prev
Next

અયોધ્યાના પવિત્ર ઘાટ પર મહિલાએ કર્યો એકદમ સેન્સ્યુઅલ ડાન્સ, Video જોઈ ભડક્યા લોકો

Viral Video: સોશિયલ મીડિયાના દોરમાં જ્યારે દરેક જણ રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે અને એકથી એક અતરંગી ચીજો કરી રહ્યા છે ત્યારે અયોધ્યા સ્થિત હર કી પૈડીથી આવેલા એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

અયોધ્યાના પવિત્ર ઘાટ પર મહિલાએ કર્યો એકદમ સેન્સ્યુઅલ ડાન્સ, Video જોઈ ભડક્યા લોકો

સોશિયલ મીડિયાના દોરમાં જ્યારે દરેક જણ રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે અને એકથી એક અતરંગી ચીજો કરી રહ્યા છે ત્યારે અયોધ્યા સ્થિત હર કી પૈડીથી આવેલા એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. શું હવે લોકો રીલ બનાવવા માટે આસ્થા સાથે પણ રમત રમશે? ઈન્ટરનેટ પર અયોધ્યાનો જે વીડિયો વાયરલ થયો તેમાં બોલીવુડ ગીત પર એક મહિલા ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકોને આ મહિલાનો આવો અંદાજ જરાય પસંદ આવી રહ્યો નથી. વીડિયોમાં મહિલા એકદમ સેન્સ્યુઅલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે રામ કી પૈડી ઘાટ પર નાચતી જોવા મળે છે. 

fallbacks

સામાન્ય રીતે લોકો આવા પવિત્ર ઘાટ પર આવીને ડૂબકી લગાવે છે અને પ્રાર્થના કરે છે. પરંતુ આ મહિલાએ અહીં આવીને આવી રીલ બનાવી. તેનો વીડિયો બાદમાં વાયરલ થઈ ગયો. 

મહિલા બોલીવુડ કલાકાર બોબી દેઓલ અને રાણી મુખરજીના ગીત જીવન મે જાને જાના... પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની રીલ સોશિયલ મીડિયા પર લોકો ખુબ શેર કરી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં મહિલા વાળને પાણીમાં નાખીને ઝાટકે છે. ત્યારબાદ તે પાણીને ઉપરની બાજુ છલકાવે છે. પછી તે બોલીવુડ ગીત પર ડાન્સ સ્ટેપ્સ કરે છે. વાયરલ વીડિયો પર અયોધ્યા પ ોલીસે એક્સ પર રિપ્લાય કર્યો અને જણાવ્યું કે આ મામલે જરૂરી કાર્યવાહી થઈ રહી છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More