Home> India
Advertisement
Prev
Next

Wrestlers Protest: ખોટા કામ કરનારને ફાંસી મળે, રેસલરોના સમર્થનમાં જંતરમંતર પર પહોંચ્યા કેજરીવાલ

Wrestlers Protest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને ધરણા પર બેઠેલા રેસલરોનું સમર્થન કર્યું છે. 

Wrestlers Protest: ખોટા કામ કરનારને ફાંસી મળે, રેસલરોના સમર્થનમાં જંતરમંતર પર પહોંચ્યા કેજરીવાલ

નવી દિલ્હીઃ Wrestlers Protest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને ધરણા પર બેઠેલા રેસલરો સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે બહેનો સાથે દુર્વ્યવહાર કરનારને ફાંસીની સજા આપવી જોઈએ.

fallbacks

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા રેસલરો સાથે મુલાકાત દરમિયાન કહ્યું- આપણી બહેનો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. આવા વ્યક્તિને તત્કાલ સજા આપી ફાંસી પર લટકાવી દેવો જોઈએ, જે પણ ભારત દેશને પ્રેમ કરે છે, તે રેસલરો સાથે છે. આખો દેશ રેસલરો સાથે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલરો જંતર મંતર પર બૃજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડન અને ધમકાવવાનો આરોપ લગાવતા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

બૃજભૂષણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે રેસલરોની અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, તે WFI ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર કરવા તૈયાર છે. ત્યારબાદ શુક્રવારે રાત્રે દિલ્હી પોલીસે બે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં એક એફઆઈઆર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ નોંધવામાં આવી છે જ્યારે બીજી એફઆઈઆર ભારતીય દંડ સંહિતા હેઠળ નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગેંગસ્ટર કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, બાહુબલી મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા

શું બોલ્યા રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ
બૃજભૂષણ સિંહે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કહ્યું હતું- હું ન્યાયપાલિકાના નિર્ણયથી ખુશ છું. દિલ્હી પોલીસને તપાસમાં સહયોગ કરીશ. આ દેશમાં ન્યાયપાલિકા તરફથી એફઆઈઆર લખવાનો આદેશ થયો છે. સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે એફઆઈઆર લખવામાં કોઈ સમસ્યા નથી. હું નિર્ણયનું સ્વાગત કરુ છું. જ્યારે કમિટી બની હતી ત્યારે પણ મેં કોઈ સવાલ ઉઠાવ્યો નહોતો. આ લોકોએ રાહ જોવાની જરૂર હતી. તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને ત્યાંથી નિર્ણય આવ્યો. મને મારા કર્મો પર વિશ્વાસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More