નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં હવે કોરોના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કોરોનાથી બચવાનું જ્ઞાન આપી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને આઈપીએસ રૂપિન શર્માએ શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે આને પણ સાંભળો. વીડિયોમાં એક વ્યક્તિ કોરોનાથી બચવા માટે દારૂ અને ગાંજો પીવાની સલાહ આપી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે કોરોનાથી બચવા માટે દારૂ અને ગાંજો એક જ ઉપાય છે. જો તમને દારૂ પીવાનું પસંદ નથી તો તમે ભોજનમાં બે ઢાંકણ દારૂ ભેળવી શકો છો.
सुनिए इन्हें भी pic.twitter.com/0FlrlGhsCy
— Rupin Sharma IPS (@rupin1992) May 25, 2021
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર ખુબ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું રામદેવથી વિખુટા પડેલા ભાઈ શ્યામદેવ, જ્યારે બીજા યૂઝરે લખ્યું WHOનો એક્સ કર્મચારી લાગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે