Home> India
Advertisement
Prev
Next

હા, વિદેશ સેવા બદલાઈ ગઈ છે, તે ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે...', રાહુલ ગાંધીને જયશંકરનો જવાબ

લંડનમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે અને અહંકારી થઈ ગઈ છે. હવે વિદેશ મંત્રીએ તેનો જવાબ આપ્યો છે. 

હા, વિદેશ સેવા બદલાઈ ગઈ છે, તે ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે...', રાહુલ ગાંધીને જયશંકરનો જવાબ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે અજાણ્યા યુરોપિયન અમલદારશાહના હવાલાથી ભારતીય વિદેશ સેવાને લઈને રાહુલ ગાંધીના ટિપ્પણીના સંબંધમાં શનિવારે ધારદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કેટલાક યુરોપિયન અમલદારશાહોના ટિપ્પણીનો હવાલો આપ્યો હતો કે, 'ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે અને અહંકારી થઈ ગઈ છે.'

fallbacks

કોંગ્રેસ નેતાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જયશંકરે ટ્વીટ કર્યુ કે ભારતીય વિદેશ સેવામાં ફેરફાર આત્મવિશ્વાસનું પ્રતિબિંદ છે. વિદેશ મંત્રીએ કહ્યું- હાં ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ ચે. તે સરકારના આદેશોનું પાલન કરે છે. તે બીજાના તર્કોનો વિરોધ કરે છે. 

વિદેશ મંત્રીએ કહ્યું- 'તેને અહંકાર ન કહી શકાય. આ આત્મવિશ્વાસ છે. તેને રાષ્ટ્ર હિતની રક્ષા કરવી કહે છે.'

લંડનમાં 'આઇડિયાઝ ફોર ઈન્ડિયા' સંમેલનમાં રાહુલ ગાંધીએ વિવિધ મુદ્દાને લઈને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યુ હતું. રાહુલે આરોપ લગાવ્યો કે ભારતમાં શક્તિશાળી લોકો, એજન્સીઓ સંસ્થાઓ પર હુમલા કરી રહ્યાં છે અને તેના પર કબજો કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ આસામ અને અરુણાચલ વચ્ચેનો સીમા વિવાદ આવતા વર્ષ સુધીમાં ઉકેલાઈ જશેઃ અમિત શાહ

સંવાદ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય વિદેશ સેવાની આલોચના કરી હતી. લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ- મેં યુરોપના કેટલાક નોકરશાહો સાથે વાત કરી,. તે કહી રહ્યાં હતા કે ભારતીય વિદેશ સેવા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે, તે કંઈ નથી સાંભળતા. તે અહંકારી છે. કોઈ સંવાદ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More