નવી દિલ્હી: એલોપેથી વિશે આપેલા નિવેદનોના કારણે વિવાદમાં ઘેરાયેલા યોગગુરુ સ્વામી રામદેવે પોતાના ભવિષ્યના પ્લાન અંગે ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે જલદી તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજનું નિર્માણ કરશે.
બાબા રામદેવ તૈયાર કરશે એલોપેથિક એમબીબીએસ ડોક્ટર
Zee News ની અંગ્રેજી વેબસાઈટના અહેવાલ મુજબ બાબા રામદેવે કહ્યું કે પતંજલિ યોગપીઠ ભવિષ્યમાં એલોપેથિક મેડિકલ કોલેજનું નિર્માણ કરશે અને યોગપીઠ દ્વારા એલોપેથિક કોલેજ બનાવવાનો હેતુ એલોપેથિક એમબીબીએસ ડોક્ટર (Allopathy MBBS Doctor) તૈયાર કરવાનો છે.
એલોપેથી દવા અને ડોક્ટરોનું સન્માન કરીએ છીએ-બાબા રામદેવ
આ સાથે જ બાબા રામદેવે એકવાર ફરીથી દોહરાવ્યું કે એલોપેથીની દવાઓ અને ડોક્ટરોનું સન્માન કરીએ છીએ. એલોપેથી પર પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે આ તેમનું અધિકૃત નિવેદન ન હતું. આ મુદ્દાને વધારીને રજુ કરાયો.
વોટ્સએપ પર મળેલી જાણકારી શેર કરી રહ્યો હતો
એલોપેથી અને ડોક્ટરો વિશે આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે 'તેઓ ફક્ત વોટ્સએપ પર મળેલી એક જાણકારીને બધા સાથે શેર કરી રહ્યા હતા.' તેમણે વધુમાં કહ્યું કે મે મારા નિવેદન બદલ માફી માંગી લીધી છે, પરંતુ આમ છતાં આ મુદ્દાને આગળ વધારવામાં આવી રહ્યો છે.
CSIR ની બેઠકમાં પીએમ મોદીએ ચેતવ્યા, કહ્યું- ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ બનશે મોટો પડકાર
એલોપેથીમાં હજુ પણ અનેક બીમારીઓની દવા નથી
સ્વામી રામદેવે (Swami Ramdev) કહ્યું કે 'મારો કોઈના પ્રત્યે કોઈ પૂર્વાગ્રહ નથી અને મારું માનવું છે કે એલોપેથીએ કરોડો લોકોના જીવ બચાવ્યા છે.' તેમણે એલોપેથી અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું સન્માન કરતા કહ્યું કે આટલી પ્રગતિ છતાં એલોપેથીમાં હજુ પણ અનેક બીમારીઓની કોઈ દવા નથી.
એલોપેથી પ્રત્યે નફરત નથી, પરંતુ આયુર્વેદનું સન્માન થવું જોઈએ
બાબા રામદેવે(Baba Ramdev) કહ્યું કે એલોપેથી પ્રત્યે નફરતનો સવાલ જ નથી, પરંતુ આયુર્વેદનું પણ સન્માન થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે એલોપેથિક દવાઓની સાથે યોગ પણ જરૂરી છે અને આ બંને ઘાતક કોરોના વાયરસ (Coronavirus) ને પહોંચવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે