નવી દિલ્હી: આગામી 21 જૂનના વર્લ્ડ યોગા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે તેમનો તાડાસન કરતો એક અનિમેશન વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણમે કહ્યું કે, આ આસન કરવાથી શરીર દરેક પ્રકારના યોગ આસનો માટે તૈયાર થઇ જાય છે. આ વીડિયોમાં તાડાસન અથવા માઉન્ટેન પોઝનું પ્રદર્શન કરતા દર્શકોને તમામ પ્રકારની માહિતી અને તેના ફાયદા જણાવ્યા હતા.
વધુમાં વાંચો: માતાના ખોળામાં છેલ્લો શ્વાસ લેવા માગે છે આ કેદી, સુપ્રીમ કોર્ટે નકારી અરજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડોયની સાથે ટ્વિટ કરી લખ્યું હતું કે, યોગ્ય રીતે તાડાસન કરવાથી અન્ય બીજા આસન સરળતાથી કરી શકાય છે. ટ્વિટર પર પોસ્ટ કરેલા 3D એનિમેશન વીડિયોમાં પીએમ મોદી એક મરૂન રંગના કાર્પેટ પર ઉભા છે અને તેમની પાછળ મોટી વિંડોઝ છે, જેમાંથી હરિયાળી દેખાઇ રહી છે, જે પ્રકારે બુધવારે તેમણે પોસ્ટ કરેલા ત્રિકોણાસનવાળા વીડિયોમાં જોવા મળી રહ્યું હતું.
Doing Tadasana properly would enable you to practice many other Asanas with ease.
Know more about this Asana and its benefits. #YogaDay2019 pic.twitter.com/YlhNhcRas8
— Narendra Modi (@narendramodi) June 6, 2019
વીડિયોમાં તેઓ જણાવી રહ્યાં છે કે, બંને પગ પર એક સાથે કેવી રીતે ઉભા રહેવું અને કેવી રીતે આસન કરવું. આસન દરમિયાન તેઓ દર્શકોને શ્વાસ પ્રક્રિયા પર ધ્યાન આપવા માટે કહી રહ્યાં છે. યોગ દિવસમાં માત્ર બે અઠવાડીયા બાકી રહ્યાં છે અને પીએમ મોદી ઇચ્છે છે કે, પ્રત્યેક વ્યક્તિ વર્લ્ડ યોગા દિવસ માટે તૈયાર થઇ જાય.
વધુમાં વાંચો: લોકોનું માનવું છે છેલ્લા 5 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે: વિદેશ મંત્રી
2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન મોદી દ્વારા આપવામાં આવેલા સૂચન બાદ 21 જૂનને વર્લ્ડ યોગા દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. અને છેલ્લા પાંચ વર્ષથી દુનિયાભરમાં 21 જૂનને વર્લ્ડ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
(ઇનપુટ: એજન્સી આઇએએનએસ)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે