લખનઉ: દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉથી લીલી ઝંડી બતાવીને રવાના કરી. તેજસ અઠવાડિયામાં છ દિવસ લખનઉથી દિલ્હી વચ્ચે દોડશે અને ફક્ત છ કલાક અને 10 મિનિટમાં અંતર કાપશે. તેની ટિકિટ ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ થશે. અત્રે જણાવવાનું કે આ ટ્રેનમાં તમને તે તમામ સુવિધાઓ મળશે જે પ્લેનમાં મળે છે. મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેનુ બનાવવામાં આવ્યું છે.
PAK સેનાનું મોટું ષડયંત્ર, LoC પર લોકોને માર્ચ કાઢવા માટે ઉશ્કેર્યા, ભારતીય સેના હાઈ અલર્ટ પર
સીએમ યોગીએ પોતાના ભાષણમાં કહ્યું કે IRCTCની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું અને આ સાથે મુસાફરોને પણ ખાસ અવસરે શુભેચ્છાઓ પાઠવું છું. સીએમ યોગીએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના સહયોગ બદલ તેમને ધન્યવાદ પાઠવ્યાં. સીએમ યોગીએ કહ્યું કે તેજસને અન્ય રૂટ ઉપર પણ દોડાવવી જોઈએ. તેને ફક્ત લખનઉ અને દિલ્હી વચ્ચે મર્યાદિત ન રાખવી જોઈએ.
તેજસની મહત્વની વાતો...
- દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન
- IRCTC સંભાળશે સંપૂર્ણ કામ
- નવી દિલ્હીથી સાંજે 4.30 વાગે રવાના થશે અને રાતે 10.45 વાગે લખનઉ પહોંચશે.
- ચાલુ ટ્રેનમાં પ્રોમોશનલ એક્ટિવિટી થશે.
- મહિલાઓની સુરક્ષા પર મુખ્ય ભાર
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે તેજસ એક્સપ્રેસમાં મુસાફરના ભોજન માટે શાનદાર પ્રબંધ કરાયો છે. સિટિંગ સ્ટાઈલની જેમ જ મેન્યુને પણ બે કેટેગરીમાં વહેંચી દેવાઈ છે. પહેલો એક્સક્લુઝિવ ક્લાસ અને બીજો ચેર કાર ક્લાસ. ચાની સાથે ચાર પ્રકારના નાશ્તા આપવામાં આવશે. જેને તમે સુવિધા મુજબ પસંદ કરી શકો છો. આ બાજ લખનઉથી નવી દિલ્હીની ટિકિટ એસી ચેરકાર માટે 1125 રૂપિયા અને એક્ઝિક્યુટીવ ચેરકાર માટે 2310 રૂપિયા હશે. દિલ્હીથી લખનઉની મુસાફરી માટે એસી ચેરકારનું ભાડું 1280 રૂપિયા હશે જ્યારે એક્ઝિક્યુટિવ ચેરકાર માટે 2450 રૂપિયા ખર્ચ કરવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે