Home> India
Advertisement
Prev
Next

ECની નોટિસ પર CM યોગીનો જવાબ, 'ચૂંટણીના મંચ પર ભજન કરવા નથી જતા'

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે અમે કોઈ ચૂંટણીના મંચ પરથી પાર્ટીના ઉમેદવારના પક્ષમાં રેલી કરીએ છીએ ત્યારે અમારે જનતાને સંબોધિત કરવાની હોય છે. મંચ ઉપર કોઈ ભજન કરવા થોડી જાય છે?

ECની નોટિસ પર CM યોગીનો જવાબ, 'ચૂંટણીના મંચ પર ભજન કરવા નથી જતા'

નવી દિલ્હી/ લખનઉ: ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે અમે કોઈ ચૂંટણીના મંચ પરથી પાર્ટીના ઉમેદવારના પક્ષમાં રેલી કરીએ છીએ ત્યારે અમારે જનતાને સંબોધિત કરવાની હોય છે. મંચ ઉપર કોઈ ભજન કરવા થોડી જાય છે?

fallbacks

ઓડિશા અને પ.બંગાળ થઈને બાંગ્લાદેશ પહોંચ્યું 'ફાની', અત્યાર સુધી 10 લોકોના મોત

તેમણે કહ્યું કે, 'પરસ્પર વાતચીતને કોટ કરવી એ આચારસંહિતામાં નથી આવતું. કોઈ બાબત કોઈ પુસ્તક કે ક્યાંક લખાઈ હોય કે ક્યાંક બોલાઈ હોય, જો હું તે પણ ન બોલી શકું તો પછી ચૂંટણીમાં કોઈ શું બોલી શકશે? કોઈ ભજન કરવા જાય છે મંચ પર? પોતાના વિરોધીઓને ઘેરવા માટે અને તેમને ઉખાડી ફેંકવા માટે મંચ પર જાય છે.'

અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના બાબર કી ઔલાદવાળા નિવેદન બદલ નોટિસ પાઠવી હતી. આ નિવેદનમાં તેમણે સમાજવાદી પાર્ટી- બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનના ઉમેદવારોને 'બાબરની ઔલાદ' ગણાવ્યાં હતાં.  સીએમ યોગીએ સંભલમાં ચૂંટણી જનસભામાં આ બેઠકથી ગઠબંધનના ઉમેદવાર શફીકુર્રેહમાન બર્કને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. 

જુઓ LIVE TV

આ નિવેદનની ત્યારબાદ સપા-બસપા ગઠબંધને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેને ગંભીરતાથી લઈને પંચે સીએમ યોગીને નોટિસ પાઠવી 24 કલાકની અંદર જવાબ આપવાનું કહ્યું હતું. સીએમ યોગીએ શુક્રવારે ચૂંટણી પંચને આ નોટિસનો જવાબ આપ્યો. આ અગાઉ ચૂંટણી પંચ યોગી આદિત્યનાથ પર 72 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવી ચૂ્ક્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More