Home> India
Advertisement
Prev
Next

CM યોગી આદિત્યનાથ આજે ફરીથી અયોધ્યા જશે, ભૂમિ પૂજનની તૈયારીઓની કરશે સમીક્ષા

શ્રીરામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા સજીધજીને તૈયાર છે.  ZEE NEWS પાસે ભૂમિ પૂજન સ્થળ અને નિમંત્રણ પત્રની એક્સ્કલુઝિવ તસવીર પણ છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા જશે અને ભૂમિ પૂજનની તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે 12:0 વાગે અયોધ્યા પહોંચશે. 

CM યોગી આદિત્યનાથ આજે ફરીથી અયોધ્યા જશે, ભૂમિ પૂજનની તૈયારીઓની કરશે સમીક્ષા

નવી દિલ્હી: શ્રીરામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા સજીધજીને તૈયાર છે.  ZEE NEWS પાસે ભૂમિ પૂજન સ્થળ અને નિમંત્રણ પત્રની એક્સ્કલુઝિવ તસવીર પણ છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા જશે અને ભૂમિ પૂજનની તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે 12:0 વાગે અયોધ્યા પહોંચશે. 

fallbacks

અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીના પાંચ ઓગસ્ટના આગમન અગાઉ એકવાર ફરીથી સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જઈને તૈયારીઓની સમીક્ષા કરશે. તેમણે આ પહેલા 25 જુલાઈના રોજ અયોધ્યાની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થવાનું છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સીએમ યોગીના નિર્દેશો મુજબ 4 અને 5 ઓગસ્ટના રોજ મથુરા, ચિત્રકૂટ, પ્રયાગરાજ, ગોરખપુર નૈમિષારણ્યમાં અખંડ રામાયણના પાઠ કરાવવામાં આવશે. આ પ્રમુખ તીર્થસ્થળો પર 5 ઓગસ્ટના રોજ દીવાળી પણ ઉજવાશે. 

500 વર્ષનો ઈન્તેજાર ખતમ
500 વર્ષનો ઈન્તેજાર ખતમ થઈ રહ્યો છે. પરંતુ દેશ માટે હવે 90 કલાક જેટલો ઈન્તેજાર જાણે મોટો થઈ રહ્યો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટ માટે શુભ મુહૂર્ત છે. પીએમ મોદી શિલાન્યાસ કરશે. અયોધ્યામાં મુખ્ય માર્ગ પર રામ મંદિર ભૂમિ પૂજન માટે તોરણદ્વાર એટલે કે દરવાજા બનાવવામાં આવી રહ્યાં છે. જેના પર ભગવાન રામની તસવીર અને કાર્યક્રમની સમગ્ર જાણકારી લખેલી છે. ભૂમિ પૂજનની સાક્ષી આખા દેશની માટી બનશે. પૂજન માટે ઘાટ સરયુનો હશે પણ મંદિર નિર્માણમાં જળ ગંગા, યમુના, કાવેરી, રેવા અને સતલજનો પણ ચઢશે. 

ભૂમિ પૂજન થવાનું છે તે સ્થળનો એક્સક્લુઝિવ video

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જે જગ્યાએ ભૂમિ પૂજન થવાનું છે કે ત્યાંનો પહેલો વીડિયો સામે આવ્યો છે. ZEE NEWS એ તમને આ જગ્યાની પહેલી તસવીર દેખાડી હતી, હવે ZEE NEWS પર પહેલો વીડિયો તમે જોઈ શકો છો. આ જગ્યા પર ભૂમિ પૂજન થવાનું છે અને અહીં મંચ બની રહ્યો છે. આ વીડિયોમાં તમે જે સફેદ પીલર જોઈ રહ્યાં છો તે જગ્યાએ ભૂમિ પૂજન થશે. પીએમ મોદી આ જગ્યાએ ભૂમિ પૂજનની પહેલી ઈંટ રાખશે. આ એક્સક્લુઝિવ વીડિયો ZEE NEWS  પાસે છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More