Home> India
Advertisement
Prev
Next

માનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાન

Wolf Attack : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પણ વરુએ દસ્તક આપી છે. એક તરફ જ્યાં છેલ્લા 50 દિવસથી બહરાઈચમાં વરુઓ આતંક મચાવી રહ્યા છે, ત્યારે યુપીના વન મંત્રીએ પ્રાણીઓના હુમલાને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે

માનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાન

operation bhediya : યુપીના બહરાઈચમાં આતંક મચાવનારા આદમખોર વરૂને દેખો ત્યાં ઠારના આદેશ છુટ્યા છે. યોગી સરકારે લોકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લઈને આદમખોપ વરૂને ગોળી મારવાનો આદેશ આપી દીધો છે. ત્યારે લોકોને ડરાવનારા વરૂને પકડવા શું બનાવાયો છે માસ્ટર પ્લાન, જોઈએ આ રિપોર્ટમાં... 

fallbacks
  • યુપીમાં આદમખોરનો આતંક 
  • વરૂને ઠાર કરવા નવો આદેશ
  • દેખો ત્યાં ઠાર કરવા નિર્ણય

યુપીના બહરાઈચમાં છેલ્લા ઘણાં દિવસોથી આમદખોર વરૂઓએ આતંક મચાવ્યો છે. રહેણાંક વિસ્તારોમાં ઘૂસી લોકોને પોતાનો કોળિયો બનાવી રહેલા આ વરૂઓને પકડવા હવે ખૂબ જરૂરી બની ગયા છે. કેમ કે વરૂના ટોળાએ અત્યાર સુધીમાં 8 બાળકો સહિત 10 લોકોને મોતના ઘાટ ઉતારી દીધા છે. વનવિભાગના અધિકારીઓને અત્યાર સુધીમાં 4 માનવભક્ષી વરૂઓને પાંજરામાં પૂરવામાં સફળતા મળી છે. પરંતુ હજુ ખુલ્લા ફરી રહેલા 2 આદમખોર વરૂઓ લોકો માટે મોત બનીને ફરી રહ્યા છે. 

પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે

બહરાઈચમાં આતંક મચાવી રહેલા બે આદમખોર વરૂ અનેક પ્રયાસ છતાં પાંજરામાં પુરાઈ રહ્યા નથી. અને બીજી તરફ માનવ લોહી ભૂખ્યા બનેલા વરૂથી લોકોમાં ડરનો માહોલ છે. ત્યારે હવે આ બાકી રહેલા બે વરૂથી લોકોને બચાવવા માટે યોગી સરકારે મોટો નિર્ણય કર્યો છે. 

  • આદમખોર વરૂને ઠાર કરવા માટે નિર્ણય 
  • દેખો ત્યાં ઠાર કરવા માટે આદેશ કરાયો 
  • પાંજરામાં ન ફસાય તો ગોળી મારવા આદેશ
  • આમદખોરના ઠાર કરવા 9 શાર્પ શૂટર તૈયાર
  • વનવિભાગની ટીમ સાથે જોડાયા શાર્પ શૂટર
  • હવે ફક્ત 2 વરૂને પકડવાના છે બાકી
  • 200 લોકોની ટીમ કરી રહી છે શોધખોળ
  • ડ્રોન અને થર્મલ કેમેરાથી રખાઈ રહી છે નજર 

યૂપી વનવિભાગ અને સ્થાનિક તંત્રના અનેક પ્રયાસો છતાં આદમખોર વરૂ પકડમાં ન આવતા હવે બંને વરૂને ઠાર કરવા માટે આદેશ કરાયા છે. જે માટે 9 શાર્પશૂટરની ટીમ પણ તૈયાર કરી દેવાઈ છે. 

આદમખોર વરૂના આતંક વચ્ચે અધિકારીઓ આખી રાત પહેરો ફરી રહ્યા છે. વરૂ પ્રભાવિત ગામોમાં મોટી સંખ્યામાં અધિકારીઓને તૈનાત કરી દેવાયા છે. 

બહરાઈચ જિલ્લાધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ લોકોને બચાવવા પોતાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આદમખોર વરૂઓ એક બાદ એક બાળકો અને લોકો પર હુમલા કરી રહ્યા છે. ત્યારે હવે આદમખોર વરૂ 11 વ્યક્તિને પોતાનો શિકાર ન બનાવે તે માટે આદમખોર વરૂને દેખો ત્યાં ઠાર કરી દેવાનો આદેશ આપી દેવાયો છે. 

બંગાળની ખાડીમાં થઈ મોટી હલચલ, વાદળો ગોળ ફરવા લાગ્યા! આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More