ઝી બ્યુરો/નવી દિલ્હી: બાયોલોજી સાથે ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે ઘણીવાર મૂંઝવણમાં રહે છે. NEETની તૈયારી પણ ચિંતા વધારે છે. જો કે વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. મેડિકલ ફિલ્ડમાં આવા ઘણા કોર્સ છે, જેનાથી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. આ કોર્ષમાં એડમિશન NEETની પરીક્ષા આપ્યા વિના જ મળે છે.
બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
MBBSની જેમ BDS કોર્ષ પણ 5 વર્ષનો છે. જેમાં વિદ્યાર્થીઓને 4 વર્ષ માટે ભણાવવામાં આવે છે અને એક વર્ષ માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. બેચલર ઓફ ડેન્ટલ સર્જરીના કોર્ષ કર્યા પછી, વિદ્યાર્થીઓ કોઈપણ ખાનગી, સરકારી અને ખાનગી ક્લિનિકમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરી શકે છે. BDSમાં પ્રવેશ NEETમાં ઓછા સ્કોર છતા મળી શકે છે.
પેરામેડિકલ કોર્સ
પેરામેડિકલમાં ટેક્નોલોજી, રેડિયોલોજી, એનેસ્થેસિયા જેવા ઘણા વિભાગોનો સમાવેશ થાય છે. પેરામેડિકલ એક એવો કોર્સ છે, જેમાં ડિગ્રી કે ડિપ્લોમા લીધા પછી તમે સરળતાથી હેલ્થ કેર સેક્ટરમાં કારકિર્દી બનાવી શકો છો. પેરામેડિકલ કોર્સનો સમયગાળો 2 થી 5 વર્ષનો છે.
બેચલર ઓફ નેચરોપેથી અને યોગ સાયન્સ
બેચલર ઓફ નેચરોપેથી અને યોગ સાયન્સનો કોર્ષ સાડા ચાર વર્ષનો છે. આમાં વિદ્યાર્થીઓને કુદરતી રીતે ઉપચાર કરતા શીખવવામાં આવે છે. કોર્ષ પૂર્ણ કર્યા પછી એક વર્ષની તાલીમ લઈને વિદ્યાર્થીઓ યોગા ટ્રેનર, ફિટનેસ ટ્રેનર તરીકે કારકિર્દી બનાવી શકે છે. BNYS માં પ્રવેશ માટે એક અલગ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે.
બેચલર ઑફ ફિઝિયોથેરાપી
આ કોર્ષનો સમયગાળો અઢી વર્ષનો છે. બેચલર ઓફ ફિઝિયોથેરાપીનો કોર્ષ કર્યા પછી, તમે દેશની કોઈ પણ સરકારી, ખાનગી અને ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરીને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કારકિર્દી બનાવી શકો છો.
ધોરણ 12 પછી પ્રાપ્ય અન્ય મેડિકલ કોર્ષ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે