Home> India
Advertisement
Prev
Next

ગજબનો ભેજાબાજ યુવક...ગાડીમાંથી બનાવી નાખ્યું 'હેલિકોપ્ટર', ખાસ જુઓ PHOTOS

બિહારના બનિયાપુર પ્રખંડના સિમરી ગામના એક યુવકને હેલિકોપ્ટર ઉડાવવાનો ખુબ શોખ હતો. યુવકના આ શોખે તેને એન્જિનિયર બનાવી દીધો.

ગજબનો ભેજાબાજ યુવક...ગાડીમાંથી બનાવી નાખ્યું 'હેલિકોપ્ટર', ખાસ જુઓ PHOTOS

છપરા: બિહારના બનિયાપુર પ્રખંડના સિમરી ગામના એક યુવકને હેલિકોપ્ટર ઉડાવવાનો ખુબ શોખ હતો. યુવકના આ શોખે તેને એન્જિનિયર બનાવી દીધો. ત્યારબાદ આ યુવકે નેનો ગાડીને જ હેલિકોપ્ટર બનાવી દીધુ. ગાડીનું બધુ હેલિકોપ્ટર જેવું જ છે બસ તે ઉડી શકતું નથી. પરંતુ રસ્તા પર જ્યારે આ ગાડીમાંથી બનેલું હેલિકોપ્ટર દોડે છે તો લોકોની ભીડ લાગી જાય છે. 

fallbacks

fallbacks

24 વર્ષનો મિથલેશ પ્રસાદ અને તેના ભાઈઓએ પાઈપ ફિટિંગનું કામ કરતા કરતા ક્યારે નેનો ગાડીને હેલિકોપ્ટર બનાવી દીધુ તે ચર્ચાનો વિષય બનેલો છે. મિથલેશે જણાવ્યું કે બાળપણથી જ તેને હેલિકોપ્ટર ઉડાવવાનું ઝૂનૂન માથા પર સવાર હતું. ખેડૂતના પરિવારના પુત્રનું આ સપનું કદાચ ક્યારેય પુરું પણ ન થાત પરંતુ સપનાને તેણે બીજુ જ સ્વરૂપ આપી દીધુ અને સફળતા મેળવી લીધી. ગામની શાળામાંથી ઈન્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં પોતાના ભાઈઓ સાથે પાઈપ ફિટરનું કામ કર્યા બાદ લગભગ 7 મહિના સુધી પોતાના ઘરોમાં બોડી અને તેમાં મોટર પછી ત્યારબાદ પાછળનો શેપ તૈયાર કરીને તેમાં લાઈટ વગેરે ફિટ કર્યાં. 

fallbacks

જોવામાં બિલકુલ હેલિકોપ્ટર જેવું જ લાગે છે. પરંતુ હકીકતમાં તે ઉડી શકતું નથી. પરંતુ આમ છતાં જ્યાંથી પણ આ નેનોમાંથી બનેલું હેલિકોપ્ટર પસાર થાય છે તેને જોવા માટે ભીડ જામી જાય છે. સેકન્ડ હેન્ડ નૈનો ગાડી ખરીદીને લગભગ 7 લાખના ખર્ચે કારમાંથી હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More