નવી દિલ્હી: દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ ઝફરૂલ ઇસ્લામે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભડકાઉ પોસ્ટ શેર કરી છે. ઝફરૂલ ઇસ્લામે અરબ રાષ્ટ્રોનો ભારતમાં હિન્દુ કટ્ટરતાની સામે બોલવા માટે આભાર માન્યો છે. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ તેના પર પ્રતિક્રિયા આપી છે. ત્યારે નેશનલ લઘુમતી આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિચિત્ર નિવેદનો છે અને દિલ્હી સરકારે તેના પર તરત જ એક્શન લેવી જોઇએ.
ઝફરુલ ઇસ્લામ ખાને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, "ભારતીય મુસ્લિમોની સાથે ઉભા રહેવા માટે કુવૈતનો આભાર. જે દિવસે મુસ્લિમો અરબ દેશો પાસે પોતાના પર થઈ રહેલા અત્યાચારની ફરિયાદ કરી, સેલાબ આવશે."
ઉશ્કેરણીજનક પોસ્ટ પર ભાજપને નિશાન સાધ્યું
દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની ઉશ્કેરણીજનક પોસ્ટ પર બીજેપીએ નિશાન સાધ્યું છે. ભાજપે શાહનવાઝ હુસેનને કહ્યું છે કે ઝફરુલ ઇસ્લામ દેશની વિરુદ્ધ પોસ્ટ કરે છે. તેમના પર કાર્યવાહી થવી જોઇએ.
બીજી તરફ, દિલ્હીના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કપિલ મિશ્રાએ એક ટ્વિટ દ્વારા ઝફરુલ ઇસ્લામ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું, "ખરાબ અને ઝેરી વિચારસરણીવાળા ઝફરુલ ઇસ્લામને તાત્કાલિક પદ પરથી દૂર કરો. આતંકવાદી ઝાકિર નાઈકને સમર્થન આપી રહ્યું છે. દેશની અંદરના હુમલાઓની વાત કરી રહ્યો છે. આવી આતંકી વિચારસરણી રાખનારને આમ આદમી પાર્ટીએ દિલ્હી લઘુમતી આયોગનો પ્રમુખ બનાવ્યો છે. અમારી માંગ અને ચેતવણી છે કે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે